અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે મોટી જાહેરાત કરી. ધ વોલ સ્ટ્રીટ જનરલના એક રિપોર્ટ મુજબ ટ્રમ્પે ગોલ્ડ પર કોઇ પણ પ્રકારનો ટેરિફ લાગુ નહી કરે. આ પહેલા કસ્ટમ અને સીમા સુરક્ષા વિભાગે કહ્યું હતું કે ગોલ્ડ પર ભારે ટેક્સ લાગી શકે છે પરંતુ ટ્રમ્પે આના પર સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. ટ્રમ્પે આ જાહેરાત એવા સમયે કરી કે જ્યારે ભારત અને રશિયા સાથે તણાવ ચાલી રહ્યો છે. ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ લગાવ્યો છે.
ટ્રમ્પે આપ્યા રાહતના સમાચાર
ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેમણે સોના પર ટેરિફ ન લગાવવાની માહિતી આપી છે. સોના વિશે બજારમાં અફવા હતી કે તેના પર ભારે ટેરિફ લગાવવામાં આવશે, ત્યારબાદ સોનાના ભાવમાં મોટો ઉછાળો આવ્યો હતો, પરંતુ હવે ટ્રમ્પે રાહતના સમાચાર આપ્યા છે.
ગત અઠવાડિયે યુએસ કસ્ટમ અધિકારીઓએ પણ એક પત્ર જાહેર કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે બે માનક વજન (એક કિલોગ્રામ અને 100 ઔંસ) ના સોનાના બારને ટેરિફના દાયરામાં રાખવા જોઈએ. આ પત્ર પછી સોનાના વેપારીઓ અને રોકાણકારોમાં ચિંતા હતી કે આનાથી આંતરરાષ્ટ્રીય સોનાના બજાર પર અસર પડશે.
ટ્રમ્પના નિવેદનથી સ્થિતિ સ્પષ્ટ થઇ
ટ્રમ્પના આ સ્પષ્ટ નિવેદનથી હવે પરિસ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે અને સોનાના વેપાર સાથે સંકળાયેલા વેપારીઓને રાહત મળી છે. નિષ્ણાતો માને છે કે આ પગલું સોનાના ભાવ અને તેના વૈશ્વિક વેપારમાં સ્થિરતા જાળવી રાખશે.
અમેરિકાએ ભારત પર 50 ટકા ટેરિફ લાદ્યો
ભારતથી ગુસ્સે થયા બાદ ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ લાદ્યો છે. રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ટ્રમ્પ ભારતથી ગુસ્સે છે. તેમનું કહેવું છે કે રશિયા યુદ્ધને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે. ટ્રમ્પ ભારત સાથેના વેપાર કરાર અંગે પણ ગુસ્સે છે. આ કારણોસર ભારત પર પહેલા 25 ટકા ટેરિફ લાદવામાં આવ્યો હતો. હવે તેને વધારીને 50 ટકા કરવામાં આવ્યો છે.