અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ અને તેની સાથે જોડાયેલા અનેક નિવેદનને લઇને આખી દુનિયામાં ચર્ચાનો વિષય બન્યા છે. ભારત પર તેમણે 50 ટકા ટેરિફ લગાવવાની વાત કરી છે. ચીન સાથે તેમના સંબંધો ઘણા ખરા બગડી ચૂક્યા છે પરંતુ ક્યાંકને ક્યાંક હાલ તેમની વચ્ચે સુધાર થતો જોવા મળી રહ્યો છે.


ચીન માટે ટેરિફને લઇ 90 આગળ વધાર્યા

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ટેરિફની સીમાને 90 દિવસ માટે આગળ વધારવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. મીડિયા રિપોર્ટસ પ્રમાણે વ્હાઇટ હાઉસના એક અધિકારીએ જણાવ્યુ કે, આ નિર્ણય ચીન પર મધ્યરાત્રિની સમય સીમાના કેટલાંક કલાકો પહેલા જ લેવામાં આવ્યો. જોકે પાછલાં 90 દિવસનો પ્રતિબંધ સમાપ્ત થવાનો છે.

બંને દેશો વચ્ચે હજુ પણ વાટાઘાટો ચાલુ

આ પહેલાં સોમવારે ટ્રમ્પે કહ્યુ હતુ કે ચે ચીનની સાથે સારો વ્યવહાર કરી રહ્યા છે કારણ કે ચીને સકારાત્મક પરિણામની વાત કહી હતી. એપ્રિલમાં અમેરિકાની ચીની વસ્તુઓ પર 145 ટકા ભારે ભરખમ ટેરિફ લગાવવાની વાત કહી હતી. જેના પર ચીને જવાબી કાર્યવાહીમાં 125 ટકા ટેરિફ લગાવી દીધો હતો. મે માં સ્વિત્ઝર્લેન્ડના જીનવામાં એક બેઠક દરમિયાન બંને દેશોએ અસ્થાયી રૂપથી ટેરિફ ઓછા કરવા પર સહમત થયા. અમેરિકાએ પોતાનો ટેરિફ 145થી ઘટાડીને 30 ટકા કરી દીધો હતો. તો બીજી તરફ ચીને ટેરિફ 125થી ઘટાડીને 10 ટકા કરી દીધો હતો. બંને દેશો વચ્ચે હજુ પણ વાટાઘાટો ચાલુ છે.

ટ્રમ્પની મજબૂરી કે જરૂરી

ટ્રમ્પ પ્રશાસન અને ચીન વચ્ચે હાલમાં જ સ્ટોકહોમ અને જિનેવા વેપારને લઇને ચર્ચા થઇ. ત્યાર બાદ બંને પક્ષનો તણાવ ઓછો અને સ્થાયી સમાધાનની દિશામાં કામ કરી રહ્યા છે. માનવામાં આવી રહ્યુ છે કે ટેરિફ લાગુ કરવાની સમય સીમા વધારવાથી બંને દેશોને સમય મળશે જેથી કરીને વેપારને લઇને સમજોતા પર સહમતિ બની શકે. ટ્રમ્પે પોતાના નિવેદનમાં ચીનની સાથે તેમની વાતચીત સારી ચાલી રહી છે. ટ્રમ્પ પર રિપબ્લિકન નેતાઓ અને વ્યાપારિક સંગઠનોનો દબાવ હતો જેનાથી ટેરિફને તરત લાગુ કરવાથી વૈશ્વિક મંદીનો ખતરો વધી શકે છે. સંભવતઃ આ કારણે જ ટ્રમ્પે ચીનને સમય મર્યાદા વધારી આપી.


  • Follow us on: