અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વૈશ્વિક રાજનીતિના તમામ નિયમોને નેવે મૂકીને એક અત્યંત ચોંકાવનારો દાવો કર્યો છે. ઈરાન અને ગ્રીનલેન્ડ પરના નિવેદનો બાદ, હવે ટ્રમ્પે પોતાની જાતને વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે જાહેર કરીને વિશ્વભરમાં સનસનાટી મચાવી દીધી છે.
સોશિયલ મીડિયા પર ખળભળાટ
ટ્રમ્પે તેમના પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર એક ફોટો શેર કર્યો છે, જેમાં વિકિપીડિયાના એક એડિટ કરેલા પેજ દ્વારા તેમને વેનેઝુએલાના વર્તમાન રાષ્ટ્રપતિ તરીકે દર્શાવવામાં આવ્યા છે. આ ફોટોમાં તેમનો કાર્યકાળ જાન્યુઆરી 2026 સુધીનો હોવાનું દેખાય છે. આ પોસ્ટ એવા સમયે આવી છે જ્યારે ટ્રમ્પ સતત વેનેઝુએલાના વિશાળ તેલ ભંડારો પર નિયંત્રણ મેળવવા માટે તેલ કંપનીઓ સાથે સક્રિય રીતે બેઠકો કરી રહ્યા છે.













