બાંગ્લાદેશમાં ફેબ્રુઆરી 2026માં સામાન્ય ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ મુક્ત અને ન્યાયી ચૂંટણી સુનિશ્ચિત કરવી એ એક મોટો પડકાર હતો. જેને લઈ ચૂંટણી પંચ જનતાનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. BNP એ જમાત-એ-ઇસ્લામીથી દૂર રહીને એક નવું જોડાણ બનાવ્યું હતું. મતદારોમાં ઉદાસીનતાની ચિંતા પણ છે. પરંતુ કમિશન નિયમોનું પાલન કરીને ચૂંટણી કરાવવાની તૈયારી કરી રહ્યું છે.
બાંગ્લાદેશના મુખ્ય ચૂંટણી કમિશનરે શનિવારે કરી હતી જાહેરાત
બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને સત્તા પરથી દૂર કર્યા બાદ બાંગ્લાદેશ પહેલી વાર આગામી સામાન્ય ચૂંટણીની તૈયારી કરી રહ્યું છે. બાંગ્લાદેશના મુખ્ય ચૂંટણી કમિશનર એએમએમ નાસિર ઉદ્દીને શનિવારે જાહેરાત કરી હતી કે બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણી ફેબ્રુઆરી 2026ના પહેલા અઠવાડિયામાં યોજાશે. તેમણે સ્વીકાર્યું હતું કે મતદાન પ્રક્રિયાને મુક્ત, ન્યાયી અને પારદર્શક બનાવવી તે હજુ પણ ચૂંટણી પંચ માટે એક મોટો પડકાર છે. જોકે તેમણે ચૂંટણીની ચોક્કસ તારીખ અને સમયપત્રકની કોઈ જાહેરાત કરી નથી. તેમણે કહ્યું હતું કે આ ચૂંટણીની ઔપચારિક જાહેરાતના બે મહિના પહેલા જાહેર કરવામાં આવશે.
Also Read
World Lion Day : સાસણગીર ખાતે 11 ઓગસ્ટે સિંહ સંવર્ધન પર પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય સેમિનાર યોજાશે, અનેક સંસ્થાઓ રહેશે હાજર
World News: મેક્રોને કૉફિન તૈયાર કરવી જોઈએ... ફ્રાન્સના રાષ્ટ્રપતિને આપી હતી ધમકી!
World News: સાસુ, સસરા અને પતિને જાનથી મારી નાંખવા માટે પુત્રવધુએ રચ્યુ ષડયંત્ર ,જાણો શું હતો મામલો?
ચૂંટણી પંચ લોકોના ખોવાયેલા વિશ્વાસને પુનઃસ્થાપિત કરવા કરી રહ્યું છે પ્રયાસ
સરકારી સમાચાર એજન્સી બાંગ્લાદેશ સંવાદ સંસ્થાએ જણાવ્યું હતું કે ઉદ્દીને ઉત્તરપશ્ચિમ રંગપુર જિલ્લામાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે દેશના લોકોએ ચૂંટણી પ્રણાલી, દેશના ચૂંટણી પંચ અને ચૂંટણી પ્રક્રિયામાં સામેલ વહીવટી તંત્રમાંથી સંપૂર્ણપણે વિશ્વાસ ગુમાવી દીધો છે. ચૂંટણી પંચ આ ખોવાયેલા વિશ્વાસને પુનઃસ્થાપિત કરવા માટે સતત પ્રયાસો કરી રહ્યું છે.
ચૂંટણી કમિશનરનું આ નિવેદન થોડા દિવસો પછી આવ્યું હતું
ચૂંટણી કમિશનરનું આ નિવેદન વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસની જાહેરાતના થોડા દિવસો પછી આવ્યું છે. જેમાં વચગાળાની સરકારના વડાએ આવતા વર્ષે ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજવાની વાત કરી હતી. આ જાહેરાત મોહમ્મદ યુનુસે વડા પ્રધાન શેખ હસીનાની અવામી લીગ સરકારને સત્તા પરથી હાંકી કાઢવાની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે કરી હતી.
બીએનપી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી
ઉદ્દીને સ્વીકાર્યું હતુ કે તાજેતરના વર્ષોમાં મતદાન પ્રક્રિયાથી લોકોનો ભ્રમ ઓછો થઈ ગયો હોવાથી દેશમાં મતદારો પ્રત્યે ઉદાસીનતા વધી રહી છે. તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી ચૂંટણી પંચ તેની જવાબદારીઓથી વાકેફ છે, ત્યાં સુધી બધી કાર્યવાહી નિયમો અને કાયદાઓનું કડક પાલન કરશે.
ફેબ્રુઆરી 2026ની ચૂંટણી ગઠબંધન તરીકે લડશે
તે દરમિયાન ભૂતપૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયાની બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) દેશની સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. કારણ કે સરકારે આવામી લીગ પર પ્રતિબંધ મૂકી દીધો છે. યુનુસ સરકારના એક્ઝિક્યુટિવ ઓર્ડરથી આવામી લીગની રાજકીય પ્રવૃત્તિઓનો અંત આવ્યો અને આવામી લીગના નેતાઓની કાં તો ધરપકડ કરી દેવામાં આવી છે અથવા તો તે ભાગી ગયા છે. બીજી તરફ BNPના સ્વ-નિર્વાસિત કાર્યકારી પ્રમુખ તારિક રહેમાને જાહેરાત કરી હતી કે તેમનો પક્ષ અને સાથી પક્ષો ફેબ્રુઆરી 2026ની ચૂંટણી ગઠબંધન તરીકે લડશે.
હસીનાના દેશ છોડ્યા પછી પહેલી વાર યોજાશે ચૂંટણી
બીએનપીએ 12 પક્ષોના ગઠબંધન સાથે ચૂંટણી લડી હતી. પરંતુ તેણે પોતાના ભૂતપૂર્વ સાથી અતિ-દક્ષિણપંથી જમાત-એ-ઇસ્લામીથી પોતાને દૂર રાખ્યા છે. વિશ્લેષકોના મતે આ નિર્ણય રાજકીય અને વ્યૂહાત્મક એમ બંને રીતે મહત્વપૂર્ણ છે. કારણ કે આના કારણે નાગરિક સમાજ, યુવા અને મધ્યવાદી દળોમાં બીએનપીની છબીને વધુ ઉદાર બનાવશે.
5 ઓગસ્ટ 2024ના રોજ થયેલા વિરોધ પ્રદર્શનો બાદ હસીનાએ દેશ છોડ્યો હતો
સ્ટુડન્ટ્સ અગેઇન્સ્ટ ડિસ્ક્રિમિનેશનના હિંસક વિરોધ પ્રદર્શનોએ અવામી લીગ સરકારના પતનમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. 5 ઓગસ્ટ 2024ના રોજ થયેલા વિરોધ પ્રદર્શનો બાદ શેખ હસીનાએ દેશ છોડી દીધો અને ત્રણ દિવસ પછી મુહમ્મદ યુનુસે મુખ્ય સલાહકાર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. આ સ્ટુડન્ટ્સ અગેઇન્સ્ટ ડિસ્ક્રિમિનેશનના એક મોટા જૂથે આ વર્ષે ફેબ્રુઆરીમાં નેશનલ સિટીઝન્સ પાર્ટીની રચના કરી હતી.










