માનવી જ્યારે બદલો લેવા માટે નક્કી કરે છે ત્યારે તે કઇ હદ સુધી જઇ શકે તે આ કેસના માધ્યમથી જાણી શકાય છે. એરિને તેના સાસુ, સસરા અને પતિને તેના ઘરે જમવા બોલાવ્યા હતા. અને તેમના ભોજનમાં ઝેર મિલાવીને તેમની મારી નાખ્યાં હતા. આ કેસમાં એરિનને કોર્ટે દોષિત ઠેરવી છે. અને હવે જેલના સળિયા પાછળ જીંદગી પસાર કરી રહી છે.


ભોજનમાં ઝેર !

ઓસ્ટ્રેલિયાના મેલબોર્નના લિયોનાગેથા શહેર પતિ સિમોનના વૃદ્ધ માતા-પિતા ડોન અને ગેઇલ પેટરસનને રાત્રિભોજન માટે એરિન આમંત્રણ આપ્યું હતું. સિમોનની કાકી હીથર વિલ્કિન્સન અને પતિ ઇયાન પણ મહેમાન હતા. સિમોનને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ તે આવ્યો ન હતો. ખોરાકમાં બીફ પીરસવામાં આવ્યું હતું. બધાએ ભોજન લીધું અને ઘરે પરત ફર્યા હતા. એક અઠવાડિયામાં, ડોન ગેઇલ અને હીથરના શરીરના અંગો કામ કરવાનું બંધ કરી દીધું. જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે એરિન દ્વારા બનાવેલા ખોરાકમાં એમેટોક્સિન ઝેર હતું. ઝેરી મશરૂમમાં જોવા મળતું તે જ ઝેર. ત્રણેય થોડા દિવસોમાં મૃત્યુ પામ્યા. જ્યારે કેસની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે એરિનએ ઝેર ભેળવ્યું હતું. તેણીએ તેના સાસરિયાઓને મારવાનું કાવતરું ઘડ્યું હતું. તે તેના પતિ સિમોનને પણ મારવા માંગતી હતી, પરંતુ કદાચ તેનું નસીબ સારું હતું.

ડિવોર્સ કેસ માટે પૈસાની મગજમારી

આ એરિનની વાર્તા છે જેનો તેના પતિ સિમોન સાથે વિવાદ ચાલી રહ્યો હતો. બંને અલગ થઈ ગયા હતા અને બાળકોના ભરણપોષણ માટે પૈસા માટે લડતા હતા. આ દરમિયાન, એરિનને એક ખૂની વિચાર આવ્યો અને તેણે એવું કાવતરું ઘડ્યું કે તે સાંભળીને કોર્ટની જ્યુરી પણ ગભરાઈ ગઈ. જ્યારે કેસ કોર્ટમાં ગયો, ત્યારે એ પણ બહાર આવ્યું કે એરિનએ તેના પતિના ખોરાકમાં ઝેર ભેળવીને ઘણી વખત તેને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. આ કેસમાં એરિનને દોષિત ઠેરવવામાં આવી છે. 

  • Follow us on: