યુએસ રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પના ટેરિફ યુદ્ધ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રાજદ્વારી મોરચે બે મહત્વપૂર્ણ વાતચીત કરી હતી. પ્રથમ નના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે અને બીજી વાતચીત પીએમ મોદી સાથે કરી હતી. શી જિનપિંગે પુતિનને કહ્યું હતું કે તેઓ ખુશ છે કે મોસ્કો અને વોશિંગ્ટન મતભેદો છતાં વાતચીત જાળવી રાખી રહ્યા છે.


કટોકટીનો જલદી જ શોધાશે ઉકેલ

શી જિનપિંગ અને પુતિન વચ્ચેની આ વાતચીત એવા સમયે થઈ છે જ્યારે યુક્રેન યુદ્ધનો અંત લાવવા માટે રશિયા અને અમેરિકા વચ્ચે સંભવિત બેઠકની તૈયારીઓ ચાલી રહી છે. બંને પક્ષો આ બેઠક માટે વાતચીત કરી રહ્યા છે. આ બેઠક આવતા અઠવાડિયે યોજાશે, જોકે તારીખ અને સ્થળ નક્કી થયું નથી. વાતચીતમાં શી જિનપિંગે કહ્યું કે ચીન ઇચ્છે છે કે રશિયા અને અમેરિકા પરસ્પર સંપર્ક જાળવી રાખે, સંબંધો સુધારે અને યુક્રેન કટોકટીનો રાજકીય ઉકેલ શોધે છે. પુતિને શી જિનપિંગને અમેરિકા અને રશિયા વચ્ચેના તાજેતરના સંપર્ક અને યુક્રેનની વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી.

બન્ને નેતાઓએ માહિતીની કરી આપ-લે

પુતિને પીએમ મોદીને યુક્રેનની વર્તમાન પરિસ્થિતિ વિશે નવીનતમ માહિતી આપી હતી.પુતિનનો આભાર વ્યક્ત કરતા, પીએમ મોદીએ કહ્યું કે ભારત હંમેશા આ મુદ્દાનો શાંતિપૂર્ણ ઉકેલ શોધવાના પક્ષમાં રહ્યું છે. પીએમ મોદીએ રાષ્ટ્રપતિ પુતિનને આ વર્ષના અંતમાં ભારતની મુલાકાત લેવાનું આમંત્રણ પણ આપ્યું, જ્યાં 23મી ભારત-રશિયા વાર્ષિક પરિષદ યોજાવાની છે. આના એક દિવસ પહેલા, ગુરુવારે, પીએમ મોદીએ બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા સાથે પણ ફોન પર વાત કરી હતી. બંને નેતાઓએ વેપાર, ટેકનોલોજી, ઉર્જા, સંરક્ષણ, કૃષિ, આરોગ્ય અને લોકો વચ્ચેનો સંપર્ક વધારવા જેવા અનેક મુદ્દાઓ પર સહયોગ મજબૂત કરવા માટે એક માળખું નક્કી કર્યું છે. બંને નેતાઓ સાથે પુતિનની વાતચીત અમેરિકા વિરુદ્ધ મહત્વપૂર્ણ છે. કારણ કે ટ્રમ્પે ભારત પર ટેરિફ લાદવાનું મુખ્ય કારણ રશિયા પાસેથી તેલની ખરીદી ગણાવી છે. ભારત રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદી રહ્યું છે. જે યુક્રેન યુદ્ધમાં રશિયાને આર્થિક સહાય પૂરી પાડી રહ્યું છે. આ વોશિંગ્ટનને હેરાન કરે છે. બીજી તરફ, ચીન રશિયાનો સૌથી મોટો ઉર્જા ગ્રાહક પણ છે અને અમેરિકા સાથે વેપાર સંઘર્ષમાં છે. 

  • Follow us on: