દુનિયાના સૌથી અમીર બિઝનેસમેન ઇલોન મસ્કે સફળતાની એક નવી ઊંચાઈ સર કરીને નવો ઇતિહાસ રચી દીધો છે. મસ્ક હવે એવા મુકામ પર પહોંચી ગયા છે જ્યાં તેઓ દુનિયાના સૌથી પહેલા 'ટ્રિલિયોનર' (Trillionaire) બની ગયા છે. ફોર્બ્સના તાજેતરના અહેવાલે પુષ્ટિ કરી છે કે ઇલોન મસ્કની કુલ સંપત્તિ (Net Worth) હવે 982 બિલિયન ડોલરને પાર થઈ ગઈ છે. વ્યાપારી ઇતિહાસની આ અવિશ્વસનીય ક્ષણ પાછળ તેમની રોકેટ કંપની 'સ્પેસએક્સ' (SpaceX) નો સૌથી મોટો હાથ માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે જે 'ટ્રિલિયન' શબ્દથી મસ્કની સંપત્તિ મપાઈ રહી છે, તે આંકડો કેટલો મોટો છે અને તેમાં કેટલા ઝીરો હોય છે?


1 ટ્રિલિયન એટલે કેટલા? તેમાં કેટલા ઝીરો હોય?

સામાન્ય રીતે આપણે અબજો અને કરોડો રૂપિયાની વાતો સાંભળતા હોઈએ છીએ, પરંતુ 'ટ્રિલિયન' શબ્દનો ઉપયોગ મોટેભાગે દેશોની અર્થવ્યવસ્થા અથવા જીડીપી (GDP) માપવા માટે થાય છે. જો આ આંકડાને આપણે ભારતીય સંખ્યાં પદ્ધતિમાં સમજીએ તો 1 ટ્રિલિયન એટલે પૂરા '10 ખરબ' થાય છે. જ્યારે તમે કાગળ પર 1 ટ્રિલિયન લખો છો, ત્યારે 1 ની પાછળ પૂરા 12 ઝીરો (મીંડા) લગાવવા પડે છે. અંકોમાં તેને 1,000,000,000,000 તરીકે દર્શાવાય છે. મસ્કની દોલત હવે આ જ 12 ઝીરો વાળી જાદુઈ સંખ્યાના દાયરામાં પ્રવેશી ચૂકી છે.

સ્પેસએક્સના આઈપીઓએ નસીબ બદલ્યું

મસ્કની સંપત્તિમાં આ પ્રચંડ ઉછાળાનું મુખ્ય કારણ સ્પેસએક્સનો આઈપીઓ છે. કંપનીએ પોતાના શેર 135 ડોલરની કિંમતે લોન્ચ કરવાનો નિર્ણય કર્યો છે, જેના કારણે કંપનીની માર્કેટ વેલ્યુ ૧.૮ ટ્રિલિયન ડોલરની નજીક પહોંચી ગઈ છે. બજારના નિષ્ણાતોનું માનવું છે કે શેરબજારમાં ટ્રેડિંગ શરૂ થતાં જ શેરનો ભાવ જેવો 138.50 ડોલર પર પહોંચશે, મસ્ક સત્તાવાર રીતે 1 ટ્રિલિયન ડોલરના માલિક બની જશે. ફોર્બ્સ અનુસાર, ઇલોન મસ્ક પાસે સ્પેસએક્સના 4.8 બિલિયન શેર અને કરોડોના સ્ટોક ઓપ્શન્સ છે. સ્પેસએક્સ કંપનીમાં જ તેમની હિસ્સેદારીની કિંમત આશરે 688 બિલિયન ડોલર આંકવામાં આવી છે.

ટેસ્લા અને અન્ય કંપનીઓનો સાથ

સ્પેસએક્સ મસ્કની કમાણીનું મુખ્ય એન્જિન છે, પરંતુ તેમની બીજી કંપનીઓ પણ પાછળ નથી. ઇલેક્ટ્રિક કાર બનાવતી દિગ્ગજ કંપની 'ટેસ્લા' (Tesla) માં પણ મસ્કની 10% થી વધુ હિસ્સેદારી છે. આ ઉપરાંત ન્યુરાલિંક (Neuralink) અને ધ બોરિંગ કંપની (The Boring Company) જેવી ફ્યુચરિસ્ટિક ટેકનોલોજી કંપનીઓમાં પણ તેમની મોટી ભાગીદારી છે. આ તમામ કંપનીઓના સામૂહિક યોગદાનથી જ ઇલોન મસ્ક આજે વિશ્વના ટ્રિલિયન ડોલર ક્લબના એકમાત્ર સુલતાન બન્યા છે.

આ પણ વાંચો: China: ઇરાનને હવે ચીનનો પણ સહારો નહીં! અમેરિકાના ડરથી તેલ ખરીદવાનું બંધ કર્યું

  • Follow us on: