વિશ્વના અગ્રણી ઉદ્યોગપતિ અને સ્પેસએક્સ (SpaceX) ના સીઈઓ એલન મસ્કે ભારતમાં સતત ઘટી રહેલા જન્મદર (Birth Rate) અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટ શેર કરીને જણાવ્યું છે કે, ભારતમાં જન્મદર હવે 'રિપ્લેસમેન્ટ લેવલ'થી પણ નીચે આવી ગયો છે. રિપ્લેસમેન્ટ લેવલ એ એવું સ્તર છે જ્યાં વસ્તી સ્થિર રહે છે, એટલે કે તે ન તો વધે છે અને ન તો ઘટે છે.


શિક્ષિત વર્ગમાં ઘણો વહેલો ઘટ્યો જન્મદર

એલન મસ્કે પોતાની પોસ્ટમાં લખ્યું કે, "ભારતનો જન્મદર રિપ્લેસમેન્ટ લેવલથી નીચે સરકી ગયો છે. જો વધુ શિક્ષિત લોકોની વાત કરવામાં આવે તો, ભારતમાં આ વર્ગનો જન્મદર ઘણા વર્ષો પહેલા જ પ્રતિસ્થાપન સ્તરથી નીચે ચાલ્યો ગયો હતો." મસ્કે મીડિયા આઉટલેટ 'એએફ પોસ્ટ' ના આંકડા ટાંકીને આ વાત કહી છે.

દિલ્હીની સ્થિતિ ફિનલેન્ડ કરતાં પણ ખરાબ

અહેવાલો અનુસાર, ભારતના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે જ્યારે કુલ પ્રજનન દર (TFR) આટલો નીચો આવ્યો છે. માત્ર એક દાયકાની અંદર ભારતનો કુલ પ્રજનન દર 2.3 થી ઘટીને 1.9 પર આવી ગયો છે. આશ્ચર્યજનક બાબત એ છે કે દેશની રાજધાની દિલ્હીનો પ્રજનન દર માત્ર 1.2 છે, જે યુરોપિયન દેશ ફિનલેન્ડ કરતાં પણ ઓછો છે.

દસ વર્ષમાં મોટો ઘટાડો

મસ્કે આ સંદર્ભમાં 'ધ ઇકોનોમિસ્ટ' ના 4 જૂનના એક લેખનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેનું શીર્ષક હતું - 'ભારતની વસ્તી ટૂંક સમયમાં ઘટવા લાગશે'. નિષ્ણાતોના મતે, જો આ ટ્રેન્ડ ચાલુ રહેશે તો આગામી દાયકાઓમાં ભારતની વસ્તી વધવાની અટકી જશે અને તેમાં ઘટાડો શરૂ થશે, જે ભવિષ્યમાં આર્થિક અને સામાજિક માળખા પર મોટી અસર કરી શકે છે.

આ પણ વાંચો:US Iran Tension: તણાવને શાંત કરવા પાકિસ્તાનના ગૃહમંત્રી તેહરાન પહોંચ્યા

  • Follow us on: