જગત જમાદાર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી ફરી એકવાર એક એવી પહેલ કરવામાં આવી છે જેણે હાલ આખી દુનિયાનું ધ્યાન વ્હાઇટ હાઉસ તરફ ખેંચ્યું છે. છેલ્લાં 4 દાયકાથી અઝરબૈજાન અને આર્મેનિયા વચ્ચે ચાલી રહેલા જૂના સંઘર્ષનો ટ્રમ્પની મધ્યસ્થીમાં અંત આવ્યો છે.


વિવાદિત વિસ્તારમાં બનશે "ટ્રમ્પ રૂટ"

લગભગ 4 દાયકાથી અઝરબૈજાન અને આર્મેનિયા વચ્ચે એક ચોક્કસ વિસ્તાર પર કાબૂ મેળવવા માટે સંઘર્ષ ચાલી રહ્યો હતો અને આ સંઘર્ષમાં બંને દેશના હાજરો લોકોનો ભોગ દેવાઈ રહ્યો હતો. એવામાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી બંને દેશના લીડરને વ્હાઇટ હાઉસ ખાતે બોલાવી સાથે બેઠક કરીને પોતાની મધ્યસ્થીમાં આ સંઘર્ષનો કાયમી અંત લાવી દીધો છે. અઝરબૈજાન અને આર્મેનિયા વચ્ચે શાંતિ કરાર થયા બાદ હવે વિવાદિત સ્થળ પર કાયમી ઉકેલ માટે "ટ્રમ્પ રૂટ" બનાવવા અંગે કરાર થયો છે.

 

બંને દેશોના નેતાઓએ હાથ મિલાવ્યા

અઝરબૈજાન અને આર્મેનિયા વચ્ચે લગભગ 4 દાયકાથી દક્ષિણ કાકેશસ ક્ષેત્રના વિવાદિત વિસ્તાર બાબતે સંઘર્ષ ચાલી રહ્યો હતો. વ્હાઇટ હાઉસ ખાતે આયોજન થયેલ આ શાંતિ બેઠક બાદ વ્હાઇટ હાઉસ તરફથી આપવામાં આવેલ નિવેદનમાં કહેવામાં આવ્યું કે આ કરાર હેઠળ, એક નવો ટ્રાન્ઝિટ કોરિડોર બનાવવામાં આવશે, જેનું નામ "આંતરરાષ્ટ્રીય શાંતિ અને સમૃદ્ધિ માટે ટ્રમ્પ રૂટ" રાખવામાં આવશે. હવે આશા છે કે આ યુદ્ધનો અંત આવશે.

શું છે વિવાદિત વિસ્તારની ઇતિહાસ

બંને દેશ વચ્ચે આ વિવાદ સોવિયેત યુગ દરમિયાનથી ચાલતો આવે છે. વાસ્તવમાં નાગોર્નો-કારાબાખ ક્ષેત્રને લઈને બંને દેશો વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્તર પાર આ વિવાદિત વિસ્તારને અઝરબૈજાનનો એક ભાગ માનવામાં આવે છે જ્યારે સોવિયેત યુગ દરમિયાન, મોટાભાગના આર્મેનિયનો અહીં રહેતા હતા જે બાબતથી આર્મેનિયા આ વિસ્તાર પર પોતાનો દાવો કરી રહ્યું છે. 2023થી બંને દેશો વચ્ચે સંબંધોને સામાન્ય બનાવવા માટે વાટાઘાટો ચાલી રહી હતી. 

  • Follow us on: