આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઇને ટાઇમ્સ સ્ક્વેર ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે બોલિવુડ અભિનેતા અનુપમ ખેર ખાસ હાજરી આપી હતી. CGI ન્યૂ યોર્ક ટાઇમ્સ સ્ક્વેર સાથે મળીને વિશ્વના પ્રતિષ્ઠિત ક્રોસરોડ્સ - ટાઇમ્સ સ્ક્વેર ખાતે એક લાઇવ યોગનું આયોજન કરવામાં આવ્યું.
મારા દાદા યોગ શિક્ષક હતા- અનુપમ ખેર
આ પ્રસંગે હાજર રહેલા અભિનેતા અનુપમ ખેરે જણાવ્યું કે આપણા પ્રિય પ્રધાનમંત્રી દ્વારા 11 વર્ષ પહેલાં શરૂ કરાયેલા 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે, વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત સ્થળ, ટાઇમ્સ સ્ક્વેર પર આવીને મને ખૂબ જ આનંદ થાય છે. મારા દાદા યોગ શિક્ષક હતા. તેથી મેં મારા આખા જીવનમાં આવું થતું જોયું છે. હું યોગનો અભ્યાસ કરું છું, અને હું સમગ્ર જગ્યાએ વાતાવરણ જોઈ શકું છું. તે માત્ર શારીરિક સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ સંદેશ છે. મને અહીં આમંત્રણ આપવા બદલ હું બધાનો આભાર માનું છું.
ટાઇમ્સ સ્કવેર ખાતે યોગ દિવસની ઉજવણી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પહેલ પર સંયુક્ત રાષ્ટ્રએ આ નિર્ણય લીધો હતો. 21 જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો21 જૂન વર્ષનો સૌથી લાંબો દિવસ અને ટૂંકી રાત હોય છે. સ્વસ્થ અને લાંબા જીવન માટે યોગ જરૂરી છે. માનસિક અને આધ્યાત્મિક ઉત્થાનની સાથે, તે શરીરને પણ સ્વસ્થ રાખે છે. યોગ એ ભારતની ઋષિ પરંપરાની અમૂલ્ય ભેટ છે. ચાલો આપણે 'સ્વસ્થ ભારત, મજબૂત ભારત' ના નિર્માણ માટે નિયમિતપણે યોગ કરવાનો અને અન્ય લોકોને યોગ પ્રત્યે જાગૃત કરવાનો સંકલ્પ કરીએ.