નેપાળમાં આ સમયે હિંસક પ્રદર્શન થઇ રહ્યા છે. આ પ્રદર્શનને લઇને દરેક લોકો ચિંતામાં છે. નેપાળ સરકાર તરફથી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ બેન કરી દીધુ છે. જે બાદ ઝેન ઝી રસ્તા પર આવી ગયા. શહેરમાં તોડફોડ અને આગની ઘટનાઓ બની રહી છે. નેપાળમાં થઇ રહેલા હિંસક પ્રદર્શનને રહીને મનીષા કોઇરાલા ઇમોશનલ થઇ.
મનીષા કોઇરાલા થઇ ઇમોશનલ
અભિનેત્રીઓ પોતાના સોશિયલ મીડિયામાં એક તસવીર શેર કરી છે. જેમાં લોહીથી લથબથ એક શૂઝ છે. આ ફોટો જોઇને તે ઇમોશનલ થઇ ગઇ. આ વચ્ચે તેમણે નેપાળની ઘટનાને કાળો દિવસ ગણાવ્યો. મનીષા કોઇરાલાએ gen-zના સપોર્ટમાં આવી છે. મનીષા કોઇરાલાએ નેપાળી ભાષામાં લખ્યું. તેમણે કહ્યું કે ભ્રષ્ટાચાર સામેના આક્રોશ અને ન્યાયની માંગણીઓનો સામનો ગોળીબારથી કરવામાં આવ્યો. નેપાળ માટે કાળો દિવસ છે.
મનીષા કોઇરાલાનો નેપાળ સાથે શું છે સંબંધ ?
મહત્વનું છે કે મનીષા કોઇરાલાનો જન્મ કાઠમંડુમાં થયો હતો. તેમના દાદા વિશેશ્વર પ્રસાદ નેપાળના પીએમ અને પિતા કેબિનેટ મંત્રી રહી ચૂક્યા ચે. તેમણે પોતાના કરિયરની શરૂઆત નેપાળી ફિલ્મ ફેરી ભેટૌલાથી કરી હતી. જે બાદ તેઓ બોલિવૂડમાં ફિલ્મ સોદાગરથી ડેબ્યૂ કર્યું. મહત્વનું છે કે સોશિયલ મીડિયા પ્રતિબંધ મામલે નેપાળમાં સોમવારથી પ્રદર્શન થઇ રહ્યું છે. વિરોધ એટલો હિંસક હતો કે 19 લોકોના મોત થયા જ્યારે 300થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા. નેપાળ ઓથોરિટીએ કાઠમંડૂ અને નેપાળના અનેક શહેરોમાં કર્ફ્યુ લાદી દીધો છે.નેપાળમાં ભારતીય નાગરિકોને સતર્ક રહેવા અને અધિકારીઓ તરફથી મળતા દિશા નિર્દેશોનું પાલન કરવા કહેવામાં આવ્યું છે.
કેપી શર્મા ઓલીએ પીએમ પદેથી આપ્યું રાજીનામું
મળતી માહિતી પ્રમાણે ગઇ કાલથી ઝેન-ઝી યુવાનો હિંસક પ્રદર્શન કરી રહ્યા છે. વડાપ્રધાને સોશિયલ મીડિયા પરથી બેન પણ હટાવવાની વાત કરી. પરંતુ તેમ છતાં આજે સતત બીજા દિવસે નેપાળમાં ઠેર ઠેર જગ્યાઓ પર વિરોધ પ્રદર્શન યથાવત રહ્યા છે.તેની વચ્ચે વડાપ્રધના કેપી શર્મા ઓલીએ તેમના પદેથી રાજીનામું આપી દીધું છે. માહિતી અનુસાર, રાજધાની સહિત સમગ્ર દેશમાં વધી રહેલા બળવે કારણે પીએમ કેપી શર્મા ઓલીએ રાજીનામું આપ્યું છે. આ પહેલા હિંસક વિરોધ-પ્રદર્શનોને ધ્યાનમાં રાખીને તેમણે સર્વદલિય બેઠક પણ બોલાવી હતી.
Nepali કોંગ્રેસ અધ્યક્ષના ઘરે તોડફોડ અને આગચંપી
નેપાળમાં કેપી ઓલીની સરકારમાં સહયોગી રહી ચૂકેલી નેપાળી કોંગ્રેસના અધ્યક્ષ શેર બહાદુર દેઉવાના નિવાસ પર પ્રદર્શનકારીઓએ હુમલો કર્યો. તેમના ઘરમાં ઘુસી જઈને આગચંપી કરવામાં આવી. અંદાજે અડધા ડઝન કરતા વધુ વાહનોએ આગ ચાંપી દેવામાં આવી. પોલીસ અને સુરક્ષા દળોએ ઘટના સ્થળે પહોંચી સ્થિતિ નિયંત્રિત કરવાની કોશિશ કરી. રાજધાની કાઠમાંડુમાં હાલાત તણાવપૂર્ણ છે અને તંત્ર એલર્ટ પર છે.