નેપાળમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બેન હટાવ્યા છતાં ઓલી સરકાર વિરુદ્ધ યુવાઓનું હિંસક પ્રદર્શન ચાલુ છે. હિંસા વચ્ચે ભારતીય વિદેશ મંત્રાલય (MEA) એ નેપાળમાં ભારતીયોને સતર્ક રહેવા અને સ્થાનિક દિશ નિર્દેશોનું પાલન કરવાની સલાહ આપી છે. યતિ એરલાઇન્સે ટ્રાવેલ એડવાયઝરી પણ જારી કરી છે.
અનેક મંત્રીઓએ આપ્યા રાજીનામાં
નેપાળમાં ઓલી સરકાર વિરુદ્ધ યુવાનોનો રોષ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. હિંસક પ્રદર્શન વચ્ચે અત્યાર સુધી ઓલી સરકારના 5થી વધુ મંત્રીઓ રાજીનામું આપી ચૂક્યા છે. ગૃહમંત્રી રમેશ લેખક, કૃષિમંત્રી રામનાથ અધિકારી, આરોગ્યમંત્રી પ્રદીપ પૌડેલ અને વોટર સપ્લાય મંત્રી પ્રદીપ યાદવે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. જોકે, સરકાર દ્વારા પ્રદર્શનકારીઓની માંગ આગળ ઝુકીને સોશિયલ મીડિયા પર લાગેલા અનેક મહત્વના પ્રતિબંધો હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, તેમ છતાં પ્રદર્શનકારીઓ હજી પણ રસ્તાઓ પરથી હટવા તૈયાર નથી.













