આઇએમએફ પાકિસ્તાનને 7 અરબ ડૉલરનું વ્યાજ આપી રહ્યુ છે. તેને 7 તબક્કામાં આપવામાં આવશે. પરંતુ હવે આઇએમએફે પાકિસ્તાનને આદેશો આપવાનું શરુ કર્યુ છે. અને આ આદેશો પાકિસ્તાન માટે ખતરાની ઘંટી સાબિત થઇ શકે છે. કારણ કે આઇએમએફના આદેશ અને શરતો કોઇપણ દેશને સ્વીકાર્ય નહી હોય તેવા છે.
IMFએ કર્યો કબ્જો
કોઇપણ વસ્તુ ફ્રીમાં નથી મળતી. તેની કોઇપણ રીતે ચુકવણી કરવામાં આવે જ છે. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ એટલે કે IMFએ પાકિસ્તાન સરકારને કરોડો ડૉલર તો આપ્યા છે પરંતુ હવે તેણે પાકિસ્તાન પર પોતાનો કબ્જો જમાવ્યો છે. IMFએ પાડોશી દેશના ખજાના પર જ પોતાનો અધિકાર પ્રાપ્ત કર્યો છે. IMF હવે રોજ પાકિસ્તાનને આદેશો આપી રહ્યુ છે. IMFએ શહબાઝ શરીફ સરકારને આદેશ આપ્યો છે કે, તે પાકિસ્તાન સેન્ટ્રલ બેંક બોર્ડ પાસેથી ફાઇનેન્સ સેક્રેટરીને તરત જ પદ પરથી દૂર કરે. અને સાથે જ કાયદા પણ બદલે જેને કારણે કેન્દ્ર સરકારના અધિકારી કોમર્શિયલ બેંકની તપાસ ન કરી શકે. 3 વર્ષમાં બીજીવાર IMFએ ફાઇનેન્સ સેક્રેટરીને બહાર કાઢવા માટે આદેશ આપ્યા છે. આ ત્યારે થયુ છે જ્યારે સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન પર સંપૂર્ણ રીતે સરકારનો કંટ્રોલ છે. વર્ષ 2022માં IMFના દબાણ હેઠળ પાકિસ્તાનની સરકારે એસબીપીને પૂર્ણ રીતે સ્વયત્તા આપી હતી.
IMF આપી રહ્યુ છે આદેશ
SBP બોર્ડમાં ગવર્નર અને આઠ ગેર-કાર્યકારી નિર્દેશક સામેલ છે. જેઓ બોર્ડ SBPના સંચાલન, તંત્ર અને વ્યવસ્થાની દેખરેખ કરે છે. IMFએ ભલામણ કરી છે કે, ગવર્નર, ડિપ્ટી ગવર્નર, ગૈર-કાર્યકારી નિર્દેશક અને મૌદ્રીક નીતિ સમિતિના સભ્યોને હટાવવા માટેના કારણો સાર્વજનિક કરવામાં આવે. IMFએ બે ખાલી પડેલી ડિપ્ટી ગવર્નર પદોને તુરંત ભરવા માટે જોર આપ્યુ છે. જેના કારણે કેન્દ્રીય બેંકમાં સામૂહિક નિર્ણય લેવા માટેની પ્રક્રિયા સુનિશ્ચિત કરી શકે છે.