વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રવિવારે મલયેશિયાની રાજધાની પુત્રાજાયામાં આવેલા પર્દાના પુત્રા ભવનમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.આ દરમિયાન મલયેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમે તેમનું સ્વાગત કર્યું હતું.પીએમ ઇબ્રાહિમ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વિપક્ષીય ચર્ચા કરી. તેમણે દ્વિપક્ષીય ચર્ચા દરમિયાન કહ્યુ કે ભારત અને મલેશિયાની સમજૂતી ઐતિહાસિક, બંને દેશો વચ્ચે સહયોગ સતત વધી રહ્યો છે.


તેમણે આગળ કહ્યું, બંને પ્રધાનમંત્રીઓએ દ્વિપક્ષીય ભાગીદારીના સમગ્ર વિસ્તાર પર સહયોગની સમીક્ષા કરી, જેમાં વેપાર, રોકાણ, રક્ષા, સુરક્ષા, સેમિકન્ડક્ટર, ડિજિટલ ટેકનોલોજી, ફાઇનાન્શિયલ ટેકનોલોજી, સંસ્કૃતિ, પર્યટન અને લોકો વચ્ચેના આદાન-પ્રદાનનો સમાવેશ થાય છે.

ભારત-મલેશિયા વચ્ચેના 6 મુખ્ય કરારો (2026)

ડિજિટલ પેમેન્ટ અને ફિનટેક (UPI-PayNet): ભારતનું UPI હવે મલેશિયાના PayNet સાથે જોડાશે. આ કરારથી મલેશિયામાં રહેતા ભારતીયો, વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ સરળતાથી ડિજિટલ પેમેન્ટ કરી શકશે અને નાણાં મોકલવાની પ્રક્રિયા (Remittance) ઝડપી અને સસ્તી બનશે.

સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ: બંને દેશોએ સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇન અને તેના વિકાસ માટે સહયોગ કરવા પર સહમતી દર્શાવી છે. ભારતનું 'સેમિકન્ડક્ટર મિશન 2.0' મલેશિયાના ટેકનોલોજી ક્ષેત્ર સાથે મળીને કામ કરશે.

સંરક્ષણ અને સુરક્ષા સહયોગ: ભારત અને મલેશિયા વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે ટેકનોલોજીનું આદાન-પ્રદાન અને યુએન (UN) શાંતિ રક્ષા મિશનમાં સંયુક્ત ભાગીદારી માટે કરાર થયા છે. આ ઉપરાંત દરિયાઈ સુરક્ષા અને આતંકવાદ સામે લડવા માટે પણ સમજૂતી થઈ છે.

આંતરરાષ્ટ્રીય બિગ કેટ એલાયન્સ (IBCA): મલેશિયાએ ભારતીય પહેલ એવા 'આંતરરાષ્ટ્રીય બિગ કેટ એલાયન્સ'માં જોડાવાની તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કરી છે. આ કરાર વાઘ, સિંહ અને ચિત્તા જેવા વન્યજીવોના સંરક્ષણ માટે અત્યંત મહત્વનો છે.

ડિજિટલ ટેકનોલોજી અને AI: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને સાયબર સુરક્ષાના ક્ષેત્રમાં બંને દેશો સંયુક્ત રિસર્ચ અને તાલીમ માટે સહમત થયા છે, જેના માટે 'ભારત-મલેશિયા ડિજિટલ કાઉન્સિલ' સક્રિય ભૂમિકા ભજવશે.

શિક્ષણ અને સંસ્કૃતિ: મલેશિયામાં 'થિરુવલ્લુવર સેન્ટર ફોર ઇન્ડિયન સ્ટડીઝ'ની સ્થાપના અને નાલંદા યુનિવર્સિટી તથા મલેશિયાની યુનિવર્સિટીઓ વચ્ચે શૈક્ષણિક આદાન-પ્રદાન વધારવા માટે પણ કરારો કરવામાં આવ્યા છે.

ભારત અને મલેશિયા વચ્ચેની મહત્વપૂર્ણ જાહેરાતો

મલેશિયામાં ભારતીય વાણિજ્ય દૂતાવાસની સ્થાપના

યુનિવર્સિટી મલાયા, કુઆલાલંપુરમાં એક સર્મિપત તિરુવલ્લુવર કેન્દ્રની સ્થાપના

મલેશિયાઇ નાગરિકો માટે તિરુલલ્લુવર સ્કોલરશીપની શરૂઆત

NIPL અને PayNet Sdn Bhd વચ્ચે સરહદ પાર ચુકવણી માટે કરાર

UOC અને આયુર્વેદ તાલીમ અને સંશોધન સંસ્થા વચ્ચે શૈક્ષણિક સહયોગ અંગે સમજૂતી

આ પણ વાંચોઃ US: કેલિફોર્નિયામાં સાયકો ડ્રાઈવરે ફુલ સ્પીડે ગ્રોસરી સ્ટોર બહાર બાળકો પર કાર ચઢાવી, 4 ઘાયલ


  • Follow us on: