અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે ભારતની સાથે ટ્રેડ ડીલ પર ખૂબ જ સારાં સંકેત આપ્યા છે. તેમણે એમ પણ કહ્યુ છે કે કોઇ પણ સમયે, અમેરિકા ભારત પર ટેરિફ ઓછું કરશે. ટ્રમ્પે આ નિવેદન સર્જીયો ગોરના ભારતમાં રાજદૂત રૂપમાં શપથ ગ્રહણ સમારોહ દરમિયાન કરી છે. આ દરમિયાન ટ્રમ્પે ટ્રેડ ડીલ ખાસ હોવાની પણ વાત કરવામાં આવી છે.તેમને હવે હું ગમતો નથી, પણ તેઓ ફરીથી મને ગમાડશે અને મારી સાથે પ્રેમ પણ થઇ જશે.


ભારતની સાથે કરી રહ્યા છે ટ્રેડ ડીલ

હકીકતમાં ઓવલ ઓફિસમાં ટ્રમ્પને પૂછવામાં આવ્યું હતું કે તેઓ ભારત સાથે વેપાર કરારની કેટલી નજીક છે અને શું તેઓ નવી દિલ્હી પર ટેરિફ ઘટાડવાનું વિચારશે. તેનો જવાબ આપતા ટ્રમ્પે કહ્યુ કે, અમે ભારતની સાથે એક ડીલ કરી રહ્યા છીએ. તે ડીલ પહેલા કરતા ખૂબ જ અલગ છે. તે મને હાલ પસંદ નથી કરતા, પરંતુ અમને ફરીથી પસંદ કરશે. અમને વાજબી સોદો મળી રહ્યો છે.તે ખૂબ જ સારા વાર્તાકાર છે. એટલાં માટે સર્જીયો તમારે આના પર ધ્યાન રાખવું પડશે. મને લાગે છે કે આપણે એક એવી સમજૂતીની નજીક છીએ જે દરેક માટે સારી છે.

રશિયન ઓઇલ ઊંચા ટેરિફ તરફ દોરી જાય છે

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ કે, હાલમાં, ભારતમાં રશિયન ઓઇલ પર ખૂબ ઊંચા ટેરિફ છે અને તેમણે રશિયન ઓઇલનો વેપાર બંધ કરી દીધો છે. તેમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે. હા, અમે ટેરિફ ઘટાડીશું. સમય સાથે અમે આ કામ કરીશું. ટ્રમ્પે કહ્યુ કે મે સર્જીયો પર વિશ્વાસ કરુ છું. તેઓ આપણા દેશના સૌથી મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય સંબંધોમાંના એક, ભારતીય પ્રજાસત્તાક સાથેની વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવામાં મદદ કરશે.આ એક મોટી વાત છે ભારત દુનિયાની સૌથી પ્રાચીન સભ્યતાઓમાંથી એક છે. દુનિયાનો સૌથી મોટો દેશ છે અને તેની આબાદી 1.5 અરબથી પણ વધારે છે.


  • Follow us on: