ભારતને ખૂબ જ જલ્દી અમેરિકા પાસેથી મોટી ખુશખબરી મળવાની આશા છે. સરકારે મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરને ગુરૂવારે કહ્યુ કે અમેરિકા ઝડપથી ભારતીય વસ્તુઓ પર લગાવવામાં આવેલા 25 ટકા પેનલ્ટી ટેરિફને હટાવી શકે છે. એટલું જ નહીં અમેરિકા ભારત પર રેસિપ્રોકલ ટેરિફને પણ હાલના 25 ટકા ટેરિફથી ઘટાડીને 10 થી 15 ટકા કરી શકે છે.


ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહી છે વાત

ભારત અને અમેરિકા વચ્ચે વેપારને લઇને વાતચીત ચાલી રહી છે. નાગેશ્વરને કહ્યુ કે નવી દિલ્હી અને વોશ્ગિંટન વેપાર સમજૂતી માટે પોતાની વાતચીલ સતત ચાલુ છે અને આશા છે કે ટેરિફ સંબંધી સમસ્યા 8-10 અઠવાડિયામાં ઉકેલ આવી જશે.જો એવુ થાય છે તો ભારત માટે આ બેગણી ખુશખબરી હશે અને ફરીથી અમેરિકામાં ભારતના પ્રોડ્ક્ટસની ડિમાન્ડ વધી જશે. એક્સ્ટ્રા ટેરિફ હટાવવા અને રેસિપ્રોકલ ટેરિફ ઓછા થવાથી ભારતની અમેરિકામાં નિકાસ પણ વધશે.

મહત્વનું છે કે મંગળવારે અમેરિકન પ્રતિનિધિઓ અને ભારતીય પ્રતિનિધિઓ વચ્ચે દિલ્હીમાં વેપાર ચર્ચા થઈ હતી. લગભગ 7 કલાક ચાલેલી આ ચર્ચામાં બંને દેશો વચ્ચે સકારાત્મક વાતચીત થઈ. જો કે આ બેઠક ઔપચારિક નહોતી, પરંતુ બેઠક પછી આશા વ્યક્ત કરવામાં આવી છે કે બંને દેશો વચ્ચે જલ્દી જ ટ્રેડ ડીલ થઈ શકે છે.

આ ક્ષેત્રો સૌથી વધુ પ્રભાવિત

હમણાં અમેરિકાને ભારતના નિકાસનો આશરે 55 ટકા હિસ્સો હાઈ ટેરિફ હેઠળ આવે છે. સૌથી વધુ અસરગ્રસ્ત ક્ષેત્રોમાં કપડાં, રાસાયણિક, સમુદ્રી ખોરાક, જેમ્સ એન્ડ જ્વેલરી અને મશીનરીનો પણ સમાવેશ થાય છે. ઓગસ્ટમાં અમેરિકાને નિકાસ ઘટીને 6.87 અબજ ડોલર પર આવી ગયો હતો, જે છેલ્લા 10 મહિનાનું સૌથી ઓછું સ્તર છે.


  • Follow us on: