દિવાળીનો તહેવાર દુનિયાભરમાં ઉલ્લાસ અને ઉમંગની સાથે મનાવવામાં આવી રહ્યો છે. આ અવસર પર ઘણા દેશના નેતાઓએ શુમકામનાઓ આપતા રોશનીના આ પર્વને આશા, નવીનીકરણ અને અંધકાર પર પ્રકાશના વિજયનું પ્રતિક ગણાવ્યું. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને સિંગાપુરના નેતાઓએ આજે પોતાના સંદેશમાં કહ્યું કે દિવાળી શાંતિ અને એકતામાં વધારો કરે છે અને આ વિભિન્ન સંસ્કૃતિઓની વચ્ચે સૌહાર્દનો સેતુ છે.


અમેરિકા, યુએઈએ આપી શુભકામનાઓ

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાના સંદેશમાં કહ્યું કે મેં તે દરેક અમેરિકીને શુભકામનાઓ આપું છું, જે આ તહેવાર મનાવે છે. આ સમય આપણને આશા, શાંતિ અને પ્રકાશનો સંદેશ આપે છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બાનેઝે કહ્યું કે દિવાળીનો આ તહેવાર તમને આશા અને ઉજાસની સાથે જીવનમાં સફળતા અને ખુશીઓનો સંચાર કરે. ત્યારે યુએઈના શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમે પણ પોતાની શુભકામનાઓ આપી છે અને કહ્યું કે આ તહેવાર શાંતિ, સુરક્ષા અને સમૃદ્ધિ લઈને આવે.

ઈઝરાયેલ, બ્રિટને પણ ભારતના લોકોને શુભકામનાઓ પાઠવી

બીજી તરફ ઈઝરાયેલના વડાપ્રધાને કહ્યું કે મારા મિત્ર નરેન્દ્ર મોદી અને ભારતની જનતાને દિવાળીની હાર્દિક શુભકામનાઓ. આ તહેવાર તમારા મહાન દેશ માટે આશા, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે. ભારત અને ઈઝરાયેલ નવા વિચાર, મિત્રતા, રક્ષા અને ઉજ્જવળ ભવિષ્યના ભાગીદાર છે. બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરે દિવાળી પર પોતાના તાજેત્તરના ભારત પ્રવાસને યાદ કરતા કહ્યું કે તેમને મુંબઈમાં એક દીવો પ્રગટાવ્યો હતો, જે ભક્તિ અને નવા સંબંધોનું પ્રતિક છે. આ સિવાય વિશ્વભરના અનેક દેશોએ ભારત અને ભારતવાસીઓને દિવાળીની શુભકામનાઓ આપી છે.


  • Follow us on: