પીએમ મોદી હાલમાં સાઇપ્રસની મુલાકાતે છે.  સાઇપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડૌલિડેસએ પીએમ મોદીને સાઇપ્રસના સર્વોચ્ચ સન્માન ગ્રેન્ડ ક્રૉસ ઓફ ધ ઓર્ડ ઓફ મકારિયોસ IIIથી સન્માનિત કરાયા છે. પીએમ મોદીની આજે સાઇપ્રસના રાષ્ટ્રપતિ સાથે બેઠક છે. પીએમ મોદીનું સાઇપ્રસ  રાષ્ટ્રપતિ ભવનમાં સ્વાગત કરવામાં આવ્યું.  મહત્વનું છે કે પીએમ મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માન આપનાર સાઇપ્રસ 23મો દેશ છે. 



140 કરોડ ભારતીયોનું સન્માન- પીએમ મોદી 

પીએમ મોદીએ સન્માન પ્રાપ્ત કર્યા બાદ કહ્યું કે રાષ્ટ્રપતિ મહોદય, આ સન્માન માટે તમારો અને સાઇપ્રસની સરકાર અને જનતાનો આભાર માનુ છું આ સન્માન માત્ર નરેન્દ્ર મોદીનું નથી પરંતુ 140 કરોડ ભારતીયોનું સન્માન છે. જે અમારા દેશવાસીઓની ક્ષમતા, આકાંક્ષાઓ અને અમારી સાંસ્કૃતિક વારસા, ભાઇચારો અને વસુધૈવ કુટુંબકમની ભાવનાને સન્માન આપનારુ છે. 

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે હું આ પુરસ્કાર ભારત અને સાયપ્રસ વચ્ચેના મજબૂત મૈત્રીપૂર્ણ સંબંધો, સહિયારા મૂલ્યો અને પરસ્પર વિશ્વાસને સમર્પિત કરું છું. સમગ્ર ભારત વતી, હું આ સન્માન નમ્રતા અને કૃતજ્ઞતા સાથે સ્વીકારું છું. આ પુરસ્કાર અમારા લોકોની ભલાઇ, શાંતિ, સુરક્ષા અને સંપ્રભૂતા અને ક્ષેત્રીય અખંડતા પ્રત્યે અમારી મજબૂત પ્રતિબદ્ધતાનું પ્રતિક છે. 


પીએમ મોદીએ છેલ્લા દશકોમાં ભારતની આર્થિક પ્રગતિને રેખાંકિત કરી હતી. તેમણે કહ્યું કે ભારત આજે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે જે બહુ જલ્દી ત્રીજા સ્થાન પર હશે. ભારતમાં જીએસટી જેવા કરમાં સુધારો, કોર્પોરેટ ટેક્સમાં કાપ અને વેપારમાં વિશ્વાસ વધારવા જેવા મોટા ફેરફાર થયા. આ પ્રસંગે તેઓએ સાઇપ્રસ સાથેના દ્વિપક્ષીય સંબંધોની મજબૂતીની સંભાવનાઓ પર ભાર આપ્યો અને કહ્યું કે ભારત અને સાઇપ્રસ વચ્ચે વેપાર, રોકાણ, પર્યટન, રક્ષા, ડિઝિટલ પેમેન્ટ જેવા ક્ષેત્રો પર સહયોગ થઇ શકે છે. પીએમ મોદીએ કહ્યું કે ભારતની ડિઝિટલ ક્રાંતિનિ અસર આખી દુનિયામાં દેખાય છે. આજે દુનિયાના 50 ટકા વ્યવહારો ડિઝિટલ રીતે ભારતમાં થઇ રહ્યા છે જેનો શ્રેય યુપીઆઇને જાય છે.




  • Follow us on: