ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેના માટે દ્વિપક્ષીય સંબંધો સુધારવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીન પહોંચ્યા. જ્યાં શાંઘાઇ સહયોહ સંગઠન એટલે કે SCOમાં તેમની મુલાકાત ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે થઇ.બંને વચ્ચે વાતચીત આશરે 40 મિનિટ સુધી થઇ. બંને દેશો વચ્ચે અનેક મુદ્દાઓ પર પણ સહમતિ સધાઇ. જેમાં મહત્વનો મુદ્દો સીમા વિવાદ હતો.જેમાં સીમા શાંતિ વ્યવસ્થા પર સહમતિ સધાઇ છે.
સીમા વિવાદ ઉકેલવા પર થઇ શરૂઆત
આપને જણાવી દઇએ કે વર્ષ 2020માં ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકોમાં હિંસક ઝડપ થી, જેના કારણે ભારતે ચીનના વિઝા અને ફ્લાઇટ સર્વિસ બંધ કરી દીધી હતી. કૈલાસ માનસરોવર યાત્રા પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. પરંતુ હવે બંને દેશો વચ્ચે સીમા પ્રતિબંધ પર સમજોતો અને કૈલાસ માનસરોવર યાત્રાની બહાલી સાથે સીમા વિવાદ ઉકેલવાની પણ શરૂઆત થઇ ચૂકી છે.
તો ભારત અને ચીન વચ્ચે 5 વર્ષ બાદ સીધી ફ્લાઇટ શરૂ કરાશે. પરંતુ હવે બંને દેશો વચ્ચે સરહદ વ્યવસ્થાપન પર કરાર અને કૈલાસ માનસરોવર યાત્રા ફરી શરૂ થવાથી, સરહદ વિવાદનો ઉકેલ આવવા લાગ્યો છે. ભારત અને ચીન વચ્ચે 5 વર્ષ પછી સીધી ફ્લાઇટ્સ પણ શરૂ થશે. બંને દેશો ફરીથી રાજકીય અને આર્થિક સંબંધોને મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ભારત-ચીન વચ્ચે શું છે સીમા વિવાદ?
આપને જણાવી દઇએ કે ભારત અને ચીન 3488 કિમી લાંબી વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) શેર કરે છે.પરંતુ બંને દેશો વચ્ચે લદ્દાખના પશ્ચિમી ક્ષેત્ર અને અરૂણાચલ પ્રદેશના પૂર્વી ક્ષેત્રને લઇને વિવાદ છે. આ વિવાદે બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોને ખૂબ પ્રભાવિત કર્યા છે. ભારત અને ચીનની સીમાનું નિર્ધારણ 1914માં શિમલા સમજોતા હેઠળ મેકમોહન લાઇન તરીકે રચાયું હતું,પરંતુ ચીન તે સીમા નિર્ધારણનો વિરોધી છે અને તે તેને નથી માનતુ.