અમેરિકાની ધરતી પરથી એક એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જે સાંભળ્યા બાદ ખરા અર્થમાં ચોંકી જવાય એમ છે. અમેરિકામાં વિમાન ઉડાવતા એક ભારતીય મૂળના ડેલ્ટા પાઇલટને વિમાન લેન્ડ થયા બાદ માત્ર 10 મિનિટમાં વિમાનના કોકપીટમાંથી ઝડપી લેવામાં આવ્યો.
કોકપીટમાંથી પાઇલટની ધરપકડ
આ ઘટના અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો એરપોર્ટ પરથી સામે આવી છે. મળતી માહિતી મુજબ અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો એરપોર્ટ પરથી એક પાઇલટની ધરપકડ કરવામાં આવી છે. આ પાઇલટ અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં ડેલ્ટા એરલાઇન્સમાં કામ કરતો હતો. ગત રવિવારે વહેલી સવારે 34 વર્ષીય રુસ્તમ ભગવાગરની એરપોર્ટ પર ફ્લાઇ લેન્ડિંગ થતાંની સાથેજ 10 મિનિટમાં બાળ જાતીય શોષણના ગંભીર આરોપમાં વિમાનના કોકપીટમાંથી ધરપકડ કરવામાં આવી.
એજન્ટો વીમાનમાં ઘસી આવ્યા
અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો એરપોર્ટ ખાતે જ્યારે આ ઘટના ઘટી ત્યારે આ સમગ્ર ઘટનાને નરી આંખે જોનારા લોકોએ કહ્યું કે એરપોર્ટ પર વિમાન લેન્ડ થયા બાદ હજી તો મુસાફરો વિમાનમાંથી ઉતારવાની તૈયારી કરતા હતા એવામાં કોન્ટ્રા કોસ્ટા કાઉન્ટી શેરિફ વિભાગના પોલીસ અધિકારીઓ ડેલ્ટા ફ્લાઇટ 2809, બોઇંગ 757-300 ના કોકપીટમાં ધસી ગયા હતા. મુસાફરો વિમાનમાંથી ઉતરે એ પહેલા 10 જેટલા અધિકારીઓએ કોકપીટમાં જઈને પાઇલટની ધરપકડ કરી હતી.
શું કહ્યું ડેલ્ટા એરલાઇન્સે?
અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો એરપોર્ટ ખાતે આ શરમજનક ઘટના થયા બાદ ત્યાંનાં ડેલ્ટા એરલાઇન્સ મેનેજમેન્ટે આ બબતે પ્રતિક્રિયા પણ આપી હતી. ડેલ્ટા એરલાઇન્સ મેનેજમેન્ટે કહ્યું કે અમારુ મેનેજમેન્ટ આ બનાવથી અને પાઈલોટ પર લાગેલા આરોપથી ખૂબ આઘાત પામ્યું છે. ડેલ્ટા એરલાઇન્સ તેમના કાર્યમાં આ પ્રકારની પ્રવૃતિઓ ક્યારેય પણ નહીં ચલાવીલે. મેનેજમેન્ટ તરફથી જે પાઇલટ પર આરોપ લાગ્યો છે તેને તાત્કાલિક અસરથી નોકરી પરથી દૂર કરવામાં આવ્યો છે.