ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં હાલ વિશ્વના મોટાં ભાગના દેશો પર કોઈને કોઈ પ્રકારનું સંકટ તોળાઈ રહ્યું છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ઇરાનના કતારમાં રહેલા ભારતીય લોકોની સુરક્ષા અંગે હાલ ભારત સરકારની ચિંતા વધી રહી છે.


ઈરાનમાં હુમલા બાદ ભારતમાં વધી ચિંતા

જ્યારે વિશ્વના કોઈ પણ દેશ વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાય છે, ત્યારે તેની અસર જે તે દેશ સાથે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે સંકળાયેલ અન્ય દેશોને પણ થાય છે, પછી તે અસર આર્થિક રીતે હોય કે પછી જે તે દેશમાં રહેતા અન્ય દેશના નાગરિકોની સુરક્ષા હોય પણ અસર ચોક્કસથી થાય છે. હાલ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં ભારત સરકારની પણ ચિંતા વધી છે, અને આ ચિંતાનું કારણ ઈરાનમાં વસતા ગભગ 7 લાખ ભારતીયોની સુરક્ષા અંગે ઉઠતાં સવાલો છે.

ઈરાનમાં હુમલા બાદ તણાવ વધ્યો

એક અંદાજ મુજબ હાલ ઇરાનના કતારમાં લગભગ 7 લાખ ભારતીયો વસવાટ કરી રહ્યા છે. જો આ આંકડાની સરેરેશ કાઢવામાં આવે તો ઇરાનમાં વસતા ભારતીયોનિ સંખ્યા અન્ય કોઈપણ વિદેશી સમુદાય કરતા ખુબજ વધારે કહી શકાય છે. હાલ ભારત સરકારને ઇરાનમાં વસતા આ 7 લાખ ભારતીયો અંગે ચિંતા વધી રહી છે, ત્યારે ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને સાવચેત રહેવા અને સ્થાનિક અધિકારીઓની સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરી છે.

ભારતીય દૂતાવાસે નોટિસ જારી કરી

ઇરાનના કતારમાં વસતા ભારતના લોકો અલગ અલગ વ્યવસાય સાથે જોડાયેલા છે. કતારમાં વસતા ભરતીય લોકોની સંખ્યા ઇરાનમાં વસતા અન્ય વિદેશી સમુદાય કરતાં વધારે છે. ઈરાન પર થયેલા હુમલા બાદ કતારમાં ભારતીય દૂતાવાસે ભારતીયોને સંદેશ જારી કરીને કહ્યું કે, "વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, કતારમાં ભારતીય સમુદાયને સતર્ક રહેવા અને ઘરમાં રહેવા વિનંતી કરવામાં આવે છે. કૃપા કરીને શાંત રહો અને કતારના અધિકારીઓ દ્વારા આપવામાં આવેલા સ્થાનિક સમાચાર, સૂચનાઓ અને માર્ગદર્શનનું પાલન કરો. દૂતાવાસ અમારા સોશિયલ મીડિયા ચેનલો દ્વારા પણ અપડેટ્સ આપતું રહેશે."

  • Follow us on: