વડોદરામાં સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. વડોદરાની રીફાઈનરી સ્કૂલને ઈમેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ધમકી મળ્યાની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે. ગતરોજ નવરચના સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. સ્થાનિક પોલીસ અને રીફાઈનરીની સુરક્ષા એજન્સીએ તપાસ શરૂ કરી છે.
રીફાઈનરી સ્કૂલને બોમ્બથી ઉડાવાની ધમકી













