અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને મોટુ એલાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામને લઈને સમજૂતી થઈ ગઈ છે. પરંતુ તેના થોડા કલાકોમાં જ ઈરાને ઈઝરાયલ પર મિસાઈલથી એટેક કર્યો હતો. આ હુમલામાં આઠ લોકોના મૃત્યુની પૃષ્ટિ કરવામાં આવી છે. ઈઝરાયલની સેનાએ પણ હુમલાને લઈને નિવેદન જાહેર કર્યું છે.  


અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે મોડી રાત્રે એક મોટુ એલાન કરતા જણાવ્યું હતું કે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે 12 દિવસથી ચાલી રહેલું યુદ્ધ પુરુ થવા આવ્યું છે. ટ્રમ્પના કહ્યા પ્રમાણે બંને દેશોએ પોતાની સહમતીથી સીઝફાયર પર સમજૂતી કરી લીધી છે. આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ સિઝફાયર કર્યું હતું.

ટ્રમ્પે સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં લખ્યું હતું કે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સીઝફાયર આવનારા 6 કલાકમાં શરૂ થશે. જ્યારે બંને દેશો પોતાના સૈન્ય અભિયાનને પુરુ કરી દેશે. ત્યારબાદ ઈરાન 12 કલાકનું સીઝફાયર લાગુ કરશે અને આવનારા 12 કલાકમાં ઈઝરાયલ પણ સીઝફાયરમાં શામેલ થઈ જશે. આવી રીતે 24 કલાક પુરા થવા પર આ યુદ્ધનો અંત માનવામાં આવશે. ટ્રમ્પે એ પણ જણાવ્યું હતું કે સિઝફાયર દરમિયાન બંને દેશો શાંત અને સન્માનજનક વલણ અપનાવશે. 

  • Follow us on: