ઈરાન ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકાએ એન્ટ્રી લીધા બાદ યુદ્ધ ચરમસીમાએ પહોંચી ચૂક્યુ છે. અમેરિકાએ ઈરાનના ન્યુક્લિયર ઠેકાણાઓ પર હુમલો કર્યા બાદ હવે ઈરાને જવાબી કાર્યવાહી કરી છે. ઈરાને કતારમાં આવેલા અમેરિકી એરબેઝ પર 6 મિસાઈલ દ્વારા હુમલો કર્યો છે. એક ઈઝરાયેલી અધિકારીએ આ હુમલાનો દાવો કર્યો છે. આ હુમલાને અમેરિકા પર ઈરાનની જવાબી કાર્યવાહી તરીકે જોવામાં આવી રહી છે. હાલમાં ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે.


ઈરાન અને અમેરિકા પણ આમને-સામને આવી ગયા

મિડલ ઈસ્ટમાં તણાવ ખુબ જ વધી રહ્યો છે. એક તરફ ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેની જંગ ભીષણ બની રહી છે, ત્યારે તેની વચ્ચે હવે ઈરાન અને અમેરિકા પણ આમને-સામને આવી ગયા છે. તમને જણાવી દઈએ કે રવિવારે સવારે અમેરિકાએ ઈરાનના 3 ન્યૂક્લિયર સાઈટ્સને નિશાનો બનાવી હતી. ઉલ્લેખનીય છે કે હાલમાં ઈરાને કરેલી કાર્યવાહી બાદ વિશ્વભરમાં હલચલ વધી ગઈ છે અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાત્કાલિક બેઠક બોલાવી છે. આ બેઠકમાં તમામ ઉચ્ચ અધિકારીઓને હાજર રહેવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે. જો કે ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલામાં કોઈ મોટી નુકસાની થઈ હોવાની જાણકારી અત્યાર સુધી સામે આવી નથી.  

સાઉદી અરબ અને UAEએ બંધ કર્યા પોતાના એરસ્પેસ

ઈરાન દ્વારા કતાર પર મિસાઈલો છોડવામાં આવ્યા બાદ હવે સાઉદી અરબ અને યુએઈએ પોતાના એરસ્પેસ બંધ કરી દીધા છે. દોહા અને કતારમાં એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે. દોહામાં વિસ્ફોટના અવાજ સંભળાયા છે અને સાયરન પણ વાગવા લાગી છે. ત્યારે ભારતીય દૂતાવાસે પણ કતારમાં રહેલા તમામ ભારતીયો માટે એડવાઈઝરી જાહેર કરી છે અને દૂતાવાસના સંપર્કમાં રહેવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે. 

  • Follow us on: