ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકા પણ હવે કૂદી પડ્યું છે. તેણે ઈરાનના પરમાણુ સ્થળો પર હુમલો કર્યો હતો. ઈરાને આ માટે યુએનની બેઠક બોલાવી હતી. તેમજ આ બેઠકમાં ઈરાને અમેરિકાને ખુલ્લેઆમ ધમકી આપી છે. ઈરાન કહે છે કે હવે બધું સેના નક્કી કરશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ કહ્યું હતું કે તેઓ વિચારશે કે ઈરાન પર હુમલો કરવો કે નહીં, પરંતુ પછી અચાનક અમેરિકાએ હુમલો કર્યો.
મીડિયા મીહિતી મુજબ ઈરાને કહ્યું, ઈરાન આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ યુએસ હુમલાઓ અને તેના ઇઝરાયલી પ્રોક્સીઓ સામે પોતાનો બચાવ કરવાનો સંપૂર્ણ અધિકાર રાખે છે. ઈરાનના બદલો લેવાનો સમય, પ્રકૃતિ અને સ્કેલ સશસ્ત્ર દળો દ્વારા નક્કી કરવામાં આવશે. ઈરાનના યુએન રાજદૂત, અમીર સઈદ ઈરાવાનીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક દરમિયાન જણાવ્યું હતું કે, અમેરિકાએ ઈરાનના ત્રણેય પરમાણુ સ્થળો પર હુમલો કરીને પોતાને યુદ્ધમાં સામેલ કર્યું છે. ઈરાવાનીએ અમેરિકા પર બનાવટી અને નકામા બહાના પર ઈરાન સામે યુદ્ધ છેડવાનો આરોપ લગાવ્યો છે.













