ઈરાને અમેરિકાના સંરક્ષણ વિભાગ પેન્ટાગોન પર યુદ્ધના ખર્ચ અંગે ખોટી માહિતી આપવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરગચીએ દાવો કર્યો છે કે જંગનો અસલી ખર્ચ અમેરિકા દ્વારા જાહેર કરાયેલા આંકડા કરતા અનેકગણો વધારે છે.


શું છે ઈરાનનો દાવો?

વિદેશ મંત્રી અબ્બાસ અરગચીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું કે પેન્ટાગોન સત્ય છુપાવી રહ્યું છે. તેમના મતે, આ યુદ્ધને કારણે અમેરિકાને અત્યાર સુધીમાં 100 અબજ ડોલરથી વધુનું નુકસાન થયું છે, જે અમેરિકાએ જણાવેલા 25 અબજ ડોલરના આંકડા કરતા 4 ગણું વધારે છે. અરગચીએ વધુમાં ઉમેર્યું કે દરેક અમેરિકન પરિવાર પર દર મહિને લગભગ 500 ડોલરનો બોજ પડી રહ્યો છે.

અમેરિકાના દાવા અને નિષ્ણાતોના મંતવ્ય

અમેરિકી સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે બુધવારે સંસદમાં જણાવ્યું હતું કે ઈરાન સામેના યુદ્ધમાં અત્યાર સુધીમાં લગભગ 25 અબજ ડોલર ખર્ચાયા છે. જોકે, ડેમોક્રેટિક નેતાઓ અને અર્થશાસ્ત્રીઓ આ આંકડા સાથે અસંમત છે. તેમનું માનવું છે કે યુદ્ધનો અસલી ખર્ચ 630 અબજ ડોલરથી લઈને 1 ટ્રિલિયન ડોલર સુધી હોઈ શકે છે.

ઈરાની સ્પીકરનો અમેરિકા પર કટાક્ષ

ઈરાની સંસદના સ્પીકર એમબી ગાલિબાફે અમેરિકાના ઘેરાબંધીના પ્રયાસો પર કટાક્ષ કરતા કહ્યું કે ઈરાનની સરહદો એટલી લાંબી છે કે તેને ઘેરવું અમેરિકા માટે અશક્ય છે. તેમણે રમૂજી અંદાજમાં કહ્યું કે જો તમે ન્યૂયોર્કથી લોસ એન્જલસ સુધી બે દીવાલો બનાવો તો પણ તેની લંબાઈ ઈરાનની સરહદો કરતા ઓછી હશે.

આ પણ વાંચો:Gold Price: શું હવે દેશમાં સોનું સસ્તુ થશે? RBIએ વિદેશમાં રાખેલું 104 ટન સોનું ભારત મંગાવ્યું

  • Follow us on: