ઇરાનના ન્યુક્લિઅર સાઇટ પર બંકર બસ્ટર બોમ્બથી અમેરિકી હુમલા બાદ બે સવાલ ઉઠી રહ્યા છે. કે શું ઇરાન અમેરિકા પર પલટવાર કરશે , બીજો સવાલ કે ઇરાન ક્યાં સુધીમાં હુમલો કરશે. આ અંગે સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં ઇરાનના રાજદૂત આમિર સઇદે આ સવાલનો જવાબ આપ્યો છે. એક ખાનગી ન્યૂઝ મુજબ અમેરિકી એટેકને લઇને બોલાવેલી યુએન સુરક્ષા પરિષદની બેઠમકમાં ઇરાવાનીએ કહ્યું કે અમેરિકા પર પલટવાર હશે. તેના પાંચ કારણો પણ ગણાવ્યા.


પ્રથમ કારણ

ઇરાવાનીએ કહ્યું કે અમેરિકાએ એક શાંત દેશની સંપ્રભુતા પર હુમલો કર્યો છે. અમેરિકા પાસે ઇરાન પર અટેક કરવાનું કોઇ યોગ્ય કારણ ન હતું. અમે પરમાણુ પ્રસાર સંધિને માની રહ્યા હતા તેમ છતાં પણ અમેરિકાએ અમારી પર હુમલો કર્યો.

બીજુ કારણ

ઇરાવાનીના મુજબ અમેરિકા મિડલ ઇસ્ટમાં આતંકવાદીઓને ખુલીને સમર્થન કરે છે. અમેરિકા ગાઝા પર ઇઝરાયલી હુમલાને લઇને કંઇ બોલતુ નછી. અમેરિકા માનવતા વિરોધી કાર્યોને પ્રોત્સાહિત કરે છે. દુનિયા ભલે ચૂપ છે પણ ઇરાન ચૂપ નહી રહે

ત્રીજુ કારણ

ઓમાનના મસ્કતમાં 16 જૂને અમેરિકા સાથે પરમાણુ વાર્તાને લઇે બેઠક થવાની છે તેના બે દિવસ પહેલા 13 જૂને ઇઝરાયલે અમારી પર હુમલો કર્યો. હવે જણાવો કે સંધિથી દૂર કોણ ભાગી રહ્યુ છે.

ચોથુ કારણ

ઇરાવાનીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાસિમ સુલેમાનીની હત્યાનો મામલો ઉઠાવ્યો. કહ્યું કે સુલેમાની એક શીર્ષ સેન્ય ઓફિસર હતા પરંતુ અમેરિકાએ તેની હત્યા કરી દીધી.

પાંચમુ કારણ

ઇરાવાનીએ કહ્યું કે ઇઝરાયલ સાથે લડાઇ છતાં અમારા વિદેશ મંત્રી અબ્બાસ અપાધાચી યુરોપીય દેશોમાં શાંતિની વાત કરી રહ્યા હતા પરંતુ અમેરિકાથી આ સહન ન થયુ . અમારા સ્થળો પર હુમલો કર્યો અમે તેનો બદલો જરૂર લઇશું.

ઇરાનના સમર્થનમાં રશિયા અને ચીન ઉપરાંત પાકિસ્તાન, અને નોર્થ કોરિયા સાથે આવ્યું છે. પાકિસ્તાને તેને સંપ્રભૂતા પર હુમલો ગણાવ્યો. પાકિસ્તાનના પીએમ શહબાઝ શરીફે આ હુમલાને ખોટો ગણાવ્યો,.


  • Follow us on: