ઇઝરાયલે સમગ્ર ગાઝા પર કબજો કરવાની પ્રતિજ્ઞા લેતા ઘાતક હુમલા શરૂ કર્યા છે. મંગળવારે ગાઝા પટ્ટી પર ઇઝરાયેલ દ્વારા કરાયેલ હુમલામાં અનેક પેલેસ્ટિનિયન લોકો માર્યા ગયા. આ હુમલામાં ગાઝાની અંદર મહિલાઓ અને બાળકો સહિત કુલ 92 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. દરમિયાન ઇઝરાયલને સિરીયામાં કરાતા હુમલા રોકવા અમેરિકા દ્વારા વિનંતી કરવામાં આવી. સિરીયામાં ચાલતા જાતીય હિંસા અને તણાવ રોકવા અમેરિકાએ આ પગલુંભર્યું હોવાનું મનાય છે.
ગાઝાએ હુમલાની કરી પુષ્ટિ













