ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં નવો વળાંક જોવા મળ્યો છે. એક તરફ, નેતન્યાહૂ સૌદા માટે તૈયાર નથી. તો બીજી તરફ, તેમના જ દેશમાં બંધકોની મુક્તિ મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ઇઝરાયલમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. અગાઉ અહીં સેના પ્રમુખે યુદ્ધના વિરુદ્ધમાં નિવેદન આવ્યુ હતુ. અને હવે ઇઝરાયલની પ્રજા આંદોલન કરવા માટે રસ્તા પર ઉતરી હતી.


38 લોકોની ધરપકડ

ઇઝરાયલમાં પરિસ્થિતિ તંગ થતા પોલીસે બળનો પ્રયોગ કર્યો હતો. વોટર કૈનન દ્વારા વિરોધ પ્રદર્શન રોકવાનો પ્રયાસ કરાયો હતો. પોલીસે 38 લોકોની ધરપકડ કરી છે. આ પ્રદર્શનનું આયોજન બંધકોના પરિવારજનોએ કર્યુ હતુ. આ લોકો સરકારના ગાઝામાં નવા સૈન્ય અભિયાનથી નારાજ છે. કારણ કે તેમાંથી બચેલા 50 બંધકોના જીવને ખતરો ઉભો થઇ શકે છે. કહેવામાં આવી રહ્યુ છે કે તેમાંથી માત્ર 20 લોકો જ જીવિત છે. ઇઝરાયલના પીએમ નેતન્યાહુ હમાસની સત્તાના વિરોધમાં છે. તેઓએ કહ્યુ છે કે, જે લોકો હમાસને હરાવ્યા વિના યુદ્ધ રોકવા માગે છે. તેઓ બંધકોની મુક્તિમાં વિક્ષેપ પાડી રહ્યા છે. અને દેશની સુરક્ષામાં ખતરો ઉભો કરી રહ્યા છે. તો આ તરફ ગાઝા શહેરમાંથી લોકોના વિસ્થાપન મામલે નેતન્યાહુ પોતાની વાત પર અડગ છે. જેના માટે તેઓએ સુરક્ષિત સેન્ટર્સ પણ બનાવ્યા હોવાની વાત કરી છે. જેમાં તેઓ લોકોને સ્થળાંતર કરવા ઇચ્છે છે. તો બીજી તરફ, સંયુક્ત રાષ્ટ્ર આ વ્યવસ્થાથી સંતુષ્ટ નથી.

ગાઝાના વિસ્તારોમાં નવો સેના અભ્યાસ

ગાઝામાં 17 લોકોના મોત થયા હતા. જેમાંથી 9 લોકો યુએનની મદદ મેળવવા માટે રાહ જોઇ રહ્યા હતા. ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યુ છે કે, કુપોષણના કારણે બે બાળકો સહિત 7 લોકોના મોત થયા છે. ઇઝરાય સેના ગાઝાના વિસ્તારોમાં નવો સેના અભ્યાસ શરુ કરશે. જેના માટે મોટી સંખ્યામાં સૈનિકોને બોલાવવામાં આવશે. સ્થાનિકોએ જણાવ્યુ હતુ કે, સુરક્ષિત સ્થળ તરીકે કહેવામાં આવતા વિસ્તારો અગાઉ જ બોમ્બ વિસ્ફોટની ચપેટમાં આવી ચુક્યુ છે. સંયુક્ત રાષ્ટ્રે જણાવ્યુ હતુ કે, ગાઝામાં ભૂખમરો અને કુપોષણ હમણા સુધીના સૌથી ગંભીર સ્તર પર જોવા મળ્યો છે. 

  • Follow us on: