પાછલા બે વર્ષ વીતી ગયા છે પરંતુ હજી પણ ઇઝરાયલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ શાંત થવાનું નામ નથી લઈ રહ્યું. નિષ્ણાતોના મત મુજબ આગામી સમયમાં ઇઝરાયલ અને હમાસ તરફથી મોટા સમાચાર સામે આવી શકે છે.


ટ્રમ્પની ઓફર સ્વીકારવી પડશે!

મળતી માહિતી મુજબ ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધ પર ઠંડુ પાણી રેડવા માટે અમેરિકાએ યુદ્ધ બંધ કરવા માટેની ગાઝા શાંતિ યોજના ઘડી કાઢી છે. હાલ અમેરિકાએ બનાવેલા આ પ્લાન મુજબ બંને દેશો વચ્ચે વાતચીત ચાલી રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે જો આ બાબતે અમેરિકાનો પ્લાન સફળ થાય છે તો આગામી સમયમાં બંને દેશો વચ્ચે શાંતિ મંત્રણા થઈ શકે છે, પરંતુ એ માટે બને દેશોને ટ્રમ્પની ઓફર સ્વીકારવી પડશે.

ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધને બે વર્ષ વીતી ગયા

પાછલા ઘણા સમયથી વિશ્વમાં કોઈ એક યુદ્ધે સૌથી વધુ ચર્ચા જગાવી હોય તો એ યુદ્ધ છે ઇઝરાયલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ. આ બંને દેશ વચ્ચેની માથાકૂટની અસર હાલ આખા વિશ્વના આર્થિક તંત્ર પર પડી રહી છે અને આ બંને દેશ વચ્ચે પાછલા બે વર્ષથી જામેલ ગ્રહ યુદ્ધના લીધે બંને દેશોના હજારો નિર્દોષ નાગરિકોનો ભોગ પણ દેવાઈ ગયો છે અને આજ કારણથી ઇઝરાયલ અને હમાસે સોમવારે ગાઝામાં યુદ્ધનો અંત લાવવા માટે પરોક્ષ વાટાઘાટો શરૂ કરી હતી.

બંને દેશોને ઉકેલ પર ચર્ચા કરવા નિવેદન

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાલના તબક્કે કોઈ પણ ભોગે ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધનો અંત લાવવા માટે કટિબદ્ધ થયા છે અને આજ કારણથી ગાઝા શાંતિ યોજના હેઠળ, બંને દેશોને આ યુદ્ધ બાબતે ઉકેલ પર ચર્ચા કરવા માટે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા બંને દેશોને ચર્ચા કરવા માટે નિવેદન પણ કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ગાઝા શાંતિ યોજનાને વ્યાપક આંતરરાષ્ટ્રીય સમર્થન મળ્યું છે

  • Follow us on: