અમેરિકા અને વેનેઝુએલા વચ્ચેના તણાવપૂર્ણ સંબંધ વિશે દુનિયાભરમાં ચર્ચા શરુ છે. પરંતુ આ દુશ્મનાવટ કેમ ઉભી થઇ. તેના વિશેના કારણો પણ આશ્ચર્યચકિત કરે એવા છે. અમેરિકાએ ડ્રગ્સ તસ્કરો પર કાર્યવાહી કરવાના બહાને 3 વોરશિપ વેનેઝુએલા મોકલવામાં આવ્યા છે. તો આ તરફ, વેનેઝુએલાએ આરોપો ફગાવ્યા છે. અને અમેરિકા પર પ્રહાર કર્યા છે.
દુશ્મનીનું કારણ શુ ?
વેનેઝુએલા અને અમેરિકા વચ્ચે સબંધો તણાવપૂર્ણ છે.અમેરિકા વેનેઝુએલા પર તમામ પ્રતિબંધ લગાવી ચુક્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ડ્રગ્સની હેરાફેરી કરનાર સમૂહ પર કાર્યવાહી કરવાના બહાને 3 વોરશિપ મોકલવામાં આવ્યા છે. વેનેઝુએલા પર પહેલાથી જ અનેક પ્રતિબંધો લગાવી ચૂકેલા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ વખતે ડ્રગ્સ દાણચોરી કરનારા જૂથો સામે કાર્યવાહી કરવાના બહાને પોતાની અકડ બતાવી છે. તેમનો આરોપ છે કે વેનેઝુએલા સરકાર પોતે ડ્રગ્સ દાણચોરીને પ્રોત્સાહન આપી રહી છે. બીજી તરફ, વેનેઝુએલાએ આરોપને નકારી કાઢ્યો છે. અને 45 લાખ સૈનિકો તૈનાત કરવાની જાહેરાત કરીને ટ્રમ્પને યોગ્ય જવાબ પણ આપ્યો છે. વેનેઝુએલાનાં રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોએ કહ્યુ છે કે, અમેરિકા પોતાનું માનસિક સંતુલન ખોઇ બેઠુ છે.
1) અમેરિકના દબાણ હેઠળ વેનેઝુએલા નહી આવે
અમેરિકા દરેક દેશ પર પોતાનો પ્રભાવ જાળવી રાખવા માંગે છે. અમેરિકા એશિયાથી લઈને યુરોપ અને આફ્રિકા સુધી દરેક દેશમાં દખલ કરી રહ્યું છે. અમેરિકાએ ઘણા દેશોની સરકારોને ઉથલાવી છે. મોટાભાગના લોકોની હત્યા કરવામાં આવી છે. ઇરાકમાં સદ્દામ હુસૈન અને લિબિયામાં કર્નલ ગદ્દાફીના શાસનના નાબૂદથી લઈને બાંગ્લાદેશમાં શેખ હસીનાના શાસનના નાબૂદ સુધી, દરેક બાબત પાછળ અમેરિકાનો હાથ રહ્યો છે. સીરિયામાં રાષ્ટ્રપતિ અસદને દેશ છોડીને ભાગી જવા માટે મજબૂર કરનાર અમેરિકા જ છે.
2) વેનેઝુએલાએ ન કરી મિત્રતા
વેનેઝુએલાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હ્યુગો ચાવેઝથી લઈને વર્તમાન રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો સુધી, દરેક વ્યક્તિ અમેરિકાને સામ્રાજ્યવાદી શક્તિ માને છે. ભલે અમેરિકા કોઈ પણ દેશની સત્તા સીધી રીતે કબજે કરતું નથી. તે ત્યાંની સરકાર પર દખલ અને દબાણ કરતું રહે છે. આ જ કારણ છે કે વેનેઝુએલાએ ક્યારેય અમેરિકા તરફ મિત્રતાનો હાથ લંબાવ્યો નથી અને હંમેશા તેની સામે મજબૂત રીતે ઊભું રહ્યું છે.
3) માદુરો પર જાહેર કરાયુ છે બમણું ઇનામ
વેનેઝુએલા પર દબાણ લાવવાની તેની વ્યૂહરચનાના ભાગ રૂપે, ટ્રમ્પ વહીવટીતંત્રે રાષ્ટ્રપતિ માદુરોને વિશ્વનો સૌથી મોટો ડ્રગ તસ્કર જાહેર કર્યો અને તેમની ધરપકડ પર ઈનામની રકમ પણ વધારી છે. અમેરિકાએ માદુરો પર 217 કરોડ રૂપિયાનું ઈનામ રાખ્યું હતું. જે હવે 435 કરોડ રૂપિયા થયું છે.
4) તેલ વેપાર અંગે નિયંત્રણ અસમર્થ
અમેરિકા પોતે એ જ વેનેઝુએલાના તેલ ઉદ્યોગ પાસેથી તેલ ખરીદી રહ્યું છે જેના પર ટ્રમ્પે પ્રતિબંધો લાદ્યા છે. આ હોવા છતાં, દબાણ બનાવવા માટે, ટ્રમ્પે આ વર્ષમાં જાહેરાત કરી હતી કે જે પણ દેશ વેનેઝુએલાથી ગેસ કે તેલ ખરીદશે તે ત્યાંથી અમેરિકામાં થતી આયાત પર 25 ટકા ટેરિફ લાદશે.
5) વ્યૂહાત્મક સરહદ અમેરિકા માટે આકર્ષણ
વેનેઝુએલાની ભૌગોલિક સ્થિતિ એવી છે કે તે તેને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ બનાવે છે. કેરેબિયન સમુદ્ર સાથેની વેનેઝુએલાની સરહદ તેને વધુ મહત્વ આપે છે. વેનેઝુએલાની ઉત્તરીય સરહદ કેરેબિયન સમુદ્ર અને એટલાન્ટિક સમુદ્રને મળે છે. તેમાં ઘણા નાના ટાપુઓ અને ટાપુઓ સામેલ છે.













