શેખ હસીનાની સરકારના પતન કરતાં પણ ઝડપી નેપાળ સરકારમાં પ્રદર્શનો જોવા મળ્યા છે. બાંગ્લાદેશમાં જ્યાં 35 દિવસ સુધી વિરોધ પ્રદર્શનો ચાલ્યા હતા. ત્યાં જ નેપાળમાં 24 કલાકમાં સત્તા બદલાઇ છે. અને પીએમ દેશ છોડીને પલાયણ થયા છે. તો રાષ્ટ્રપતિએ પણ રાજીનામું આપ્યુ છે.

Gen Zઓનું ઉગ્ર આંદોલન

ભારતના પડોશી દેશ નેપાળમાં સોશિયલ મીડિયા એપ્સ પર પ્રતિબંધ સામે શરૂ થયેલા વિરોધ પ્રદર્શનોએ 24 કલાકમાં ઓલી સરકારને ઉથલાવી દીધી. જોકે 4 વર્ષમાં ભારતના પડોશી 4 દેશોમાં સરકાર બદલાઈ છે. અફઘાનિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશના Gen Zઓએ 15 વર્ષથી સત્તામાં રહેલી શેખ હસીનાને ઉથલાવી દીધી હતી. સરકાર સામે આંદોલન કરી રહેલા યુવાનોએ લગભગ એક મહિનામાં શેખ હસીનાને ઉથલાવી દીધી. 1 જુલાઈથી શરૂ થયેલા વિરોધ પ્રદર્શનો બાદ 5 ઓગસ્ટે શેખ હસીના દેશ છોડીને ચાલ્યા ગયા હતા. પરંતુ નેપાળના Gen Zએ 24 કલાકમાં સરકારને ઉથલાવી દીધી છે.

યુવાઓનો ગુસ્સો ચરમસીમાએ

નેપાળમાં પહેલી વાર કેપી શર્મા ઓલીએ 11 ઓક્ટોબર 2015ના રોજ સત્તા સંભાળી હતી. પરંતુ તેઓ 3 ઓગસ્ટ 2016 સુધી આ પદ પર રહ્યા હતા. આ પછી, તેમણે 2018 અને 2021માં આ પદ સંભાળ્યું. પરંતુ ક્યારેય તેમનો કાર્યકાળ પૂર્ણ કરી શક્યા નહીં. 15 જુલાઈ 2024ના રોજ, ઓલીએ ચોથી વખત વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા. નેપાળને ભ્રષ્ટાચારમાંથી બહાર કાઢવા, રોજગાર પૂરો પાડવા અને અન્ય વિકાસ કરવાના વચનો આપવામાં આવ્યા હતા, એક વર્ષ પછી પણ, નેપાળમાં મોંઘવારી અને ભ્રષ્ટાચાર ચરમસીમાએ હતો. ઉપરાંત, સોશિયલ મીડિયા પર પ્રતિબંધ પછી વર્ષોથી ચાલી રહેલો યુવાનોનો ગુસ્સો બહાર આવ્યો હતો.

વિવિધ કારણો સત્તા પરિવર્તન માટે જવાબદાર

જુલાઈ 2024 માં બાંગ્લાદેશમાં શરૂ થયેલ બળવો સામાજિક, આર્થિક અને રાજકીય કારણો સહિત ઘણા કારણોસર ફાટી નીકળ્યો હતો. આમાં સૌથી મહત્વપૂર્ણ મુદ્દો અનામતનો મુદ્દો હતો. બાંગ્લાદેશમાં, સરકારી નોકરીઓમાં 30 ટકા ક્વોટા સ્વતંત્રતા સેનાનીઓના વંશજો માટે અનામત રાખવામાં આવ્યો હતો. જેના કારણે ત્યાંના વિદ્યાર્થીઓ ગુસ્સે થયા અને વિરોધ શરૂ કર્યો. ટૂંક સમયમાં આ વિરોધ પ્રદર્શનોએ મોટું સ્વરૂપ ધારણ કર્યું અને શેખ હસીનાને 5 ઓગસ્ટે દેશ છોડીને ભારત ભાગી જવું પડ્યું. 

  • Follow us on: