રહસ્યમય ઇન્ટરસ્ટેલર પદાર્થ તે પૃથ્વી તરફ આગળ વધી રહ્યું છે. ખુદ એલોન મસ્ક પણ તેની વિચિત્ર ગતિવિધિઓ વિશે ચિંતિત છે.

હાર્વર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોનો દાવો

જુલાઈમાં પહેલી વાર શોધાયેલા આ પદાર્થ સામાન્ય ધૂમકેતુથી વિપરીત વર્તન કરે છે. હાર્વર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક અવી લોએબ દાવો કરે છે કે આ પૃથ્વીનું સર્વેક્ષણ કરતી "એલિયન પ્રોબ" હોઈ શકે છે. તેમણે નાસા પર આ પદાર્થ વિશે મહત્વપૂર્ણ માહિતી છુપાવવાનો પણ આરોપ લગાવ્યો હતો. લોએબે સમજાવ્યું કે 3I/ATLAS ની દિશા અસામાન્ય છે. જે પ્રતિ સેકન્ડ લગભગ ચાર ગ્રામ નિકલ ઉત્સર્જન કરે છે. કોઈપણ જાણીતા ધૂમકેતુ માટે આ અશક્ય છે.

1908 ની ટુંગુસ્કા ઘટના સાથે કનેક્શન

એલન મસ્કે સ્પષ્ટપણે કહ્યું હતુ કે, જો મને એલિયન્સના પુરાવા મળશે, તો હું જાતે તમારા શોમાં આવીશ અને દુનિયાને જણાવીશ. તેમણે મજાકમાં એમ પણ કહ્યું, હું આત્મહત્યા નહીં કરું, તેથી કોઈ એમ ન કહી શકે કે મસ્કને સત્ય બોલતા અટકાવવામાં આવ્યો હતો. વૈજ્ઞાનિકોએ આ રહસ્યમય પદાર્થને 1908 ની ટુંગુસ્કા ઘટના સાથે પણ જોડવાનું શરૂ કર્યું છે. જ્યારે રશિયાના સાઇબિરીયામાં એક પ્રચંડ વિસ્ફોટમાં આશરે 80 મિલિયન વૃક્ષોનો નાશ થયો હતો. તે ઘટનાનું કારણ અસ્પષ્ટ છે.

સંકેતોએ રહસ્યને વધુ ગહન બનાવ્યું

એલન મસ્ક અને લોએબ બંનેના નિવેદનોથી એક વાત સ્પષ્ટ છે કે, 3I/ATLAS કોઈ સામાન્ય અવકાશ પદાર્થ નથી. તે એક એવો પદાર્થ છે જે આપણી વૈજ્ઞાનિક સમજને પડકારે છે. વધુમાં, સ્પેસએક્સના સેટેલાઇટ નેટવર્ક, સ્ટારશીલ્ડમાંથી આવતા રહસ્યમય સંકેતોએ રહસ્યને વધુ ગહન બનાવ્યું છે.

  • Follow us on: