નેપાળમાં છેલ્લાં 36 કલાકથી ચાલુ વરસાદે તબાહી મચાવી છે. વરસાદ બાદ થયેલાં ભૂસ્ખલન અને અચાનક આવેલા પૂરે રસ્તાઓ બંધ કરી દીધા, પૂરવ વહી ગયા અને ઓછામાં ઓઠા 40 લોકોના મોત થઇ ચૂક્યા છે. અધિકારીઓ પ્રમાણે, અનેક લોકો લાપતા છે અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.


11 લોકો પૂરમાં વહી ગયા

મળતી માહિતી પ્રમાણે અલગ અલગ જગ્યાઓ પર થયેલા ભૂસ્ખલને અનેક લોકોના જીવ લીધા છે. તો દક્ષિણ નેપાળમાં વિજળી પડવાથી ત્રણ લોકોના મોત નીપજ્યા છે અને ઉદયપુર જિલ્લામાં પૂરની ઝપેટમાં આવવાથી એક વ્યક્તિનુ મોત નીપજ્યુ છે. NDRRMAના જણાવ્યા અનુસાર 11 લોકો પૂરમાં વહી ગયા છે અને તેઓ હજુ સુધી લાપતા છે. જેમની શોધખોળ માટે રેસ્ક્યુ ટીમ સતત કામ કરી રહી છે. તેમણે કહ્યુ કે, રાહત અને બચાવ કાર્ય સતત ચાલુ છે પરંતુ ખરાબ વાતાવરણને કારણે વિસ્તારમાં પહોંચવુ ખૂબ જ મુશ્કેલી પડી રહી છે.

ભૂસ્ખલનને કારણે અનેક હાઇવે બંધ

મળતી માહિતી પ્રમાણે અનેક હાઇવે ભૂસ્ખલનને કારણે બંધ થઇ ગયા છે અને અન્ય પુલો પૂરમાં વહી ગયા. જેના કારણે હજારો યાત્રીઓ રસ્તામાં ફસાયા છે. પ્રશાસન દ્વારા ફસાયેલા યાત્રીઓને સુરક્ષિત સ્થળ પર લઇ જવા માટે સેના અને સ્થાનિય ટીમો મદદ કરી રહી છે. કાઠમંડૂ એરપોર્ટમાં પણ હાલ ફલાઇટના ઉડાન પર રોક લગવાવામાં આવી છે. જ્યારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સામાન્ય રૂપથી ચાલી રહી છે. આ વચ્ચે દક્ષિણ-પૂર્વી નેપાળની કોસી નદી, જે દર વર્ષે ભારતના બિહારમાં પૂરનું કારણ બને છે, તે આ સમયે ખતરાના નિશાન પર વહી રહી છે. જેનાથી નીચાણ વાળા વિસ્તારમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે.


  • Follow us on: