ક્યારેક ફ્લાઇટમાં ટેક્નિકલ ખામી તો ક્યારેક બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પક્ષી અથડાવવુ વગેરે જેવા કારણોસર ફ્લાઇટને ડાયવર્ટ કરવી પડી કે કેન્સલ કરી હોવાના સમાચાર આપણે સાંભળીએ છીએ. ત્યારે લંડનના લ્યૂટન એરપોર્ટથી ગ્લાસ ગો જતી ઇજીજેટ એરલાઇનની એક ફ્લાઇટમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો.


ફ્લાઇટમાં જોર જોરથી બૂમો પાડી 

આ ફ્લાઇટમાં હાજર એક વ્યક્તિએ અચાનક જ હોબાળો કરી દીધો. યાત્રી જોર જોરથી બૂમો પાડીને વિમાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી દીધી. આટલુ ઓછુ હોય તેમ અમેરિકા અને ટ્રમ્પ મુરદાબાદના નારા લગાવ્યા. જો કે બાદમાં તે વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો.

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક વ્યક્તિને બૂમો પાડતા જોઇ શકાય છે. તે કહેતો જોવા મળી રહ્યો છે કે વિમાનને બોમ્બથી ઉડાવી દઇશ. સાથે જ તે અમેરિકા મુરદાબાદ અને ટ્રમ્પ મુરદાબાદ અને અલ્લાહ હૂ અકબર બોલતો જોવા મળી રહ્યો છે. જે બાદ ફ્લાઇટના એક વ્યક્તિએ તેને પકડી લીધો. 

યુવકની ધરપકડ કરાઇ

આ પછી વિમાનમાં કટોકટી જાહેર કરવામાં આવી હતી અને ATCનો સંપર્ક કર્યા પછી, ફ્લાઇટને ગ્લાસગો એરપોર્ટ પર કટોકટી ઉતરાણ કરાવવામાં આવી હતી. ધમકી આપનાર અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરનાર મુસાફરની ધરપકડ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ તેની ઉંમર 41 વર્ષની છે. પોલીસના જણાવ્યાનુસાર આ વાયરલ વીડિયોની તપાસ આંતકવાદ વિરોધી વિભાગ કરી રહ્યુ છે.ગ્લાસગો ટાઇમ્સના એક રિપોર્ટે જણાવ્યુ કે તમામ યાત્રીઓ સુરક્ષિત છે. કોઇને કંઇ નુકસાન થયુ નથી.ઉલ્લેખનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાંચ દિવસની મુલાકાતે સ્કોટલેન્ડ ગયા છે. યુરોપિયન યુનિયનના વડા ઉર્સુલા વોન ડેર લેયેન સાથે ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલા એક મહત્વપૂર્ણ કરાર હેઠળ, ટ્રાન્સએટલાન્ટિક ટેરિફ અંગેનો વિવાદ સમાપ્ત થઈ ગયો છે, જેનાથી મોટા સંઘર્ષની શક્યતા ટળી ગઈ છે. ટ્રમ્પની મુલાકાતનો પણ વિરોધ થઈ રહ્યો છે.


Disclaimer: અહીં દર્શાવેલ માહિતી અને વીડિયોની સંદેશ ન્યૂઝ કોઇ પુષ્ટિ કરતુ નથી. માહિતી આપવા હેતુસર આ સમાચાર અહીં પ્રકાશિત કરવામાં આવ્યા છે. આ વીડિયો સાચો છે કે ખોટો, કે પછી જૂનો તે અંગે સંદેશ ન્યૂઝ કોઇ પુષ્ટિ કરતું નથી. 

  • Follow us on: