મેડાગાસ્કરમાં એક અઠવાડિયા જેટલા સમયથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને લીધે હવે ત્યાંનાં પદભ્રષ્ટ રાષ્ટ્રપતિ એન્ડ્રી રાજોલીનાની નાગરિકતા છીનવી લેવામાં આવતા રાજકારણમાં મોટો હડકંપ જોવા મળ્યો હતો.


રાષ્ટ્રપતિની નાગરિકતા છીનવાઇ

નેપાળમાં થયેલ ક્રાંતિ બાદ હવે મેડાગાસ્કરમાં Gen-Z આંદોલનકારીઓએ બળવો પોકાર્યો છે. મેડાગાસ્કરમાં Gen-Z આંદોલનકારીઓનો બળવો એ હદનો વધી ગયો કે ત્યાંનાં રાષ્ટ્રપતિ એન્ડ્રી રાજોલીના જવાબદારી મૂકીને દેશ મૂકીને પલાયન કરી ગયા હતા. રાષ્ટ્રપતિણી આ હરકત બાદ લશ્કરી જુન્ટાએ પદભ્રષ્ટ રાષ્ટ્રપતિ એન્ડ્રી રાજોલીનાની નાગરિકતા છીનવી લીધી છે. મળતી માહિતી મુજબ રાજોલી અજ્ઞાત સ્થળે ભાગી ગયા છે.

નવા પીએમએ નવા કાયદા જાહર કર્યા

મળતી માહિતી મુજબ મેડાગાસ્કરમાં Gen-Z આંદોલનકારીઓ કરેલ તખ્તા પલટ બાદ દેશના નવા ચૂંટાયેલા વડા પ્રધાન, હેરિનત્સલામા રાજોનારિવેલોએ મેડાગાસ્કરમાં રહેતા હોય પરંતુ બીજા દેશની નાગરિકતા ધરાવતા હોય એવા લોકો પર ગાળિયો કસીને બીજા દેશની નાગરિકતા ધરાવતા મેડાગાસ્કર વાસીઓની નાગરિકતા રદ કરવાના કાયદા પર હસ્તાક્ષર કર્યા છે. રાજોલીનાની 2023ની ચૂંટણીમાં રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાયા હતા.

વિરોધ પ્રદર્શનો ક્યારે શરૂ થયા?

મેડાગાસ્કરમાં Gen-Z આંદોલનકારીઓના વિરોધ પ્રદર્શનનું મુખ્ય કારણ એ માનવામાં આવે છે કે મેડાગાસ્કર જે તે સમયે ભૂતપૂર્વ ફ્રેન્ચ વસાહત હતું, અને પદભ્રષ્ટ રાષ્ટ્રપતિ રાજોલીના ફ્રેન્ચ નાગરિકત્વ ધરાવે છે. એ સિવાય દેશમાં વીજળી અને પાણીના મુદ્દા અંગે સરકાર સામે 25 સપ્ટેમ્બરના રોજ વિરોધ પ્રદર્શન શરૂ થયા હતા. જેમાં સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલા કાર્યવાહીમાં 22 લોકો માર્યા ગયા હતા અને 100 થી વધુ ઘાયલ થયા હતા જે બાદ આ આંદોલને આગ પકડી હતી.


  • Follow us on: