અફઘાનિસ્તાનના પશ્ચિમ પ્રાંતમાં રાત્રીના સમયે યાત્રી બસ, મિની ટ્રક અને બાઇક વચ્ચે ટક્કર થતા 76ના મોત થયા છે. અને 3 લોકો ગંભીરરૂપથી ઘાયલ છે. મૃતકોમાં મોટી સંખ્યામાં બાળકોનો સમાવેશ થાય છે. ઇરાનથી હેરાત શહેરને જોડનાર સરહદ પર આ દુર્ઘટના થઇ હતી. મૃતકોમાં મોટી સંખ્યામાં અફઘાનના શરણાર્થીઓ સામેલ હતા.


મૃતદેહોની ઓળખ કરવામાં મુશ્કેલી

ઇંધણ લઇ જનાર મિની ટ્ર્ક, બાઇક અને યાત્રી બસ વચ્ચેના ટક્કર થતા બ્લાસ્ટ થયો હતો. જેના કારણે મૃતદેહોની ઓળખ કરવામાં મુશ્કેલીઓ આવી રહી છે. આ અસ્માતમાં અફઘાનના શરણાર્થીઓ સામલે છે. જેઓ ઇરાનથી પોતાના દેશ પરત ફરી રહ્યા હતા. જેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ હતા. બચાવકાર્યના અધિકારીએ જણાવ્યુ હતુ કે, અકસ્માતમાં રાહતકાર્ય પુરજોશમાં શરુ છે. ઘાયલોને વહેલી તકે યોગ્ય સારવાર મળી રહે તે માટે પ્રયાસો હાથ ધર્યા છે. અકસ્માતમાં બાદ આગ લાગી હતી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા લોકોના શરીર બળીને ખાખ થયા હતા.

ટ્રાફિક નિયમોનું પાલન જરુરી

રસ્તા પર યાત્રી બસ, મિની ટ્ર્ક અને બાઇક અકસ્માત બાદ આગની ચપેટમાં રહ્યા હતા. જેના કારણે વાહનોનો કાટમાળ હવે હટાવવામાં આવી રહ્યો છે. મૃતકોને સૈન્ય હૉસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં મૃતદેહોની ઓળખ કરવી મુશ્કેલ થઇ રહી હતી. પોલીસે આ મામલે તપાસ શરુ કરી છે. અકસ્માત થવા પાછળ ટ્રાફિક નિયમોની બેદરકારી અને અવગણના મુખ્ય કારણ ગણવામાં આવે છે. અફઘાનિસ્તાન ગરીબી, બેરોજગારી અને અસુરક્ષા જેવા પડકારોનો સામનો કરી રહ્યુ છે. જેના કારણે આવી દુર્ઘટનાઓ બની રહી છે. 

  • Follow us on: