ચીનમાં ફાર્માસ્યુટિકલ અને બાયોટેક સંશોધનમાં ભારે ઉછાળ આવ્યો છે. નવી દવાઓ, રસી અને આધુનિક થેરાપી વિકસાવવા માટે પ્રીક્લિનિકલ ટ્રાયલ્સ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે અને આ તબક્કામાં સૌથી વધુ ઉપયોગ થતો પ્રાણી એટલે પ્રયોગશાળાના વાંદરો. આ વધતી માંગને કારણે વાંદરાની કિંમત હવે આસમાને પહોંચી ગઈ છે.


 વાંદરાની કિંમત લગભગ 1,40,000 યુઆન

આજની તારીખે, એક પ્રયોગશાળાના વાંદરાની કિંમત લગભગ 1,40,000 યુઆન છે, જે ભારતીય રૂપિયામાં આશરે ₹18.37 લાખ થાય છે. આશ્ચર્યની વાત એ છે કે આ રકમ ચીનમાં મોટા ઉદ્યોગોમાં કામ કરતા કર્મચારીઓના સરેરાશ વાર્ષિક પગાર કરતાં પણ વધારે છે. National Bureau of Statistics મુજબ, 2024માં મોટા ઉદ્યોગોમાં કામ કરતા કર્મચારીઓની સરેરાશ વાર્ષિક આવક આશરે 1,02,452 યુઆન હતી. એટલે કે એક વાંદરો હવે એક વ્યક્તિના એક વર્ષના પગાર જેટલો મોંઘો થયો છે.

વાંદરા vs સોનું: ભાવની સરખામણી

જો છેલ્લા 5 વર્ષમાં ભાવ વધારાની વાત કરીએ તો સોનાનો ભાવ 2019-20 દરમિયાન પ્રતિ ગ્રામ 600–630 યુઆન હતો, જે 2025માં વધીને લગભગ 1,160 યુઆન પ્રતિ ગ્રામ થયો છે. એટલે સોનાનો ભાવ લગભગ બમણો થયો. પણ એ જ સમયગાળામાં, પ્રયોગશાળાના વાંદરાની કિંમત પણ બમણી થઈ ગઈ છે – અને કુલ મૂલ્યમાં જોવામાં આવે તો વાંદરા હવે “લાઇવ ગોલ્ડ” સમાન બની ગયા છે.

વાંદરાઓ પર કયા પ્રકારના પ્રયોગ થાય છે?

પ્રયોગશાળાના વાંદરાનો ઉપયોગ મુખ્યત્વે પ્રીક્લિનિકલ ટ્રાયલ્સ માટે થાય છે. આ તબક્કામાં તપાસવામાં આવે છે કે કોઈ નવી દવા:

  • શરીરમાં કેવી રીતે શોષાય છે
  • તે કેવી રીતે કાર્ય કરે છે
  • તે તૂટીને બહાર કેવી રીતે નીકળે છે
  • અને તેની સલામતી કેટલી છે

ફેબ્રુઆરીની શરૂઆતમાં, Shanghai Institute of Materia Medica દ્વારા 450 સાયનોમોલગસ મેકાક વાંદરાઓ માટે 62 મિલિયન યુઆનનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. એટલે કે પ્રતિ વાંદરો આશરે 18 લાખ રૂપિયા.

કોવિડ પછી માંગ કેમ વધી?

2023માં, National Institute for Food and Drug Control દ્વારા વાંદરાઓ પ્રતિ વાંદરો ૧,૭૦,૦૦૦ યુઆનના ભાવે ખરીદવામાં આવ્યા હતા. આ સમયગાળામાં કોવિડ-૧૯ રસી અને દવાઓના પરીક્ષણને કારણે માંગ ખૂબ વધી હતી. ૨૦૨૧માં આ જ વાંદરાની કિંમત માત્ર ૭૦,૫૦૦ યુઆન હતી, એટલે ભાવમાં ભારે ઉછાળો આવ્યો છે.

દવા સંશોધનમાં રેકોર્ડ સોદા

નિષ્ણાતો જણાવે છે કે ચીની બાયોટેક કંપનીઓ અને વૈશ્વિક ફાર્મા કંપનીઓ વચ્ચે થયેલા મોટા સોદાઓને કારણે સંશોધનને વેગ મળ્યો છે. ગયા વર્ષે કુલ 157 આઉટ-લાયસન્સિંગ ડીલ્સ થઈ, જેનું મૂલ્ય આશરે $135.7 બિલિયન હતું. Jefferiesના વિશ્લેષક કુઇ કુઇ કહે છે કે એક એન્ટિબોડી-ડ્રગ માટે સલામતી પરીક્ષણમાં 70 થી 100 વાંદરા લાગી શકે છે. ઓછી જોખમી દવાઓ માટે 40 થી 60 વાંદરા પૂરતા થાય છે.

શું વાંદરાની જગ્યાએ બીજાં પ્રાણી?

કેટલીક નાની દવાઓ માટે વાંદરાની જગ્યાએ કૂતરાઓનો ઉપયોગ પણ થાય છે, પરંતુ જટિલ અને નવી થેરાપી માટે વાંદરા સૌથી વિશ્વસનીય માનવામાં આવે છે. આંદાજ મુજબ દર વર્ષે પરીક્ષણ માટે લગભગ 60,000 વાંદરાઓની જરૂર પડે છે. 2025 થી 2027 દરમિયાન પુરવઠો 49,000 થી 52,400 વચ્ચે રહેવાની શક્યતા છે, જ્યારે માંગ 51,300 થી 62,600 સુધી જઈ શકે છે. એટલે અછત યથાવત રહેવાની શક્યતા છે. મોટી સંશોધન કંપનીઓમાં WuXi AppTec પાસે 30,000, જોઇન લેબોરેટરીઝ પાસે 25,000 અને ટ્રિપેક્સ લેબોરેટરીઝ પાસે 20,000 વાંદરાઓ છે.

 આ પણ વાંચો : Randy Fine : મુસ્લિમો વિશે વિવાદાસ્પદ નિવેદનો આપનારા યુએસ કોંગ્રેસમેન રેન્ડી ફાઈન કોણ છે? જાણો


  • Follow us on: