નેપાળમાં સોશિયલ મીડિયા પ્રતિબંધ મામલે ગૃહ, સ્વાસ્થ્ય, કૃષિ અને વિદેશ મંત્રી સહિત નેપાળી કૉંગ્રેસના તમામ મંત્રીઓએ પોતાનો પદભાર છોડ્યો છે. ઉપ-પ્રધાનમંત્રી પ્રકાશ માન સિંહે પણ રાજીનામું આપ્યુ છે. યુવા પ્રદર્શનકારીઓનું ઉગ્ર સ્વરૂપ બીજા દિવસે પણ જોવા મળ્યુ હતુ.
મંત્રીઓના રાજીનામાં યથાવત્
નેપાળના કાઠમંડુમાં આવેલા વિવિધ સ્થળોએ આગ ચંપી અને તોડફોડ કરવામાં આવી રહી છે. Gen z પ્રદર્શનકારીઓ પોતાની માગ પર અડગ છે. તેઓ આગ ચંપી કરીને પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. નેપાળ સરકાર હાલ સંકટનો સામનો કરી રહ્યુ છે. તેમના મંત્રીઓ રાજીનામાં આપીને સત્તા છોડી રહ્યા છે. રાષ્ટ્રપતિ આવાસ પર પ્રદર્શનકારીઓએ કબ્જો મેળવ્યો છે. અને તેમના ઘરમાં તોડફોડ કરી છે. અને સાથે જ આગ પણ લગાવી છે. રસ્તાથી લઇને મંત્રીઓના નિવાસ સ્થાન સુધી માત્ર આગ Gen z પ્રદર્શનકારીઓ જ જોવા મળી રહ્યા છે.
Also Read
Nepal Protests: દુબઇ ભાગવાની તૈયારીમાં નેપાળના PM ઓલી,Gen-Z પ્રદર્શન કારીઓએ ફરી વખત સંસદને ઘેરી
Nepal Protests Update: નેપાળના પીએમ કેપી શર્મા ઓલીની મુશ્કેલીઓ વધી, ગૃહમંત્રી બાદ કૃષિ મંત્રીએ પણ આપ્યું રાજીનામું
Nepal Protests Update: Gen-Z Protest સામે નેપાળ સરકાર ઝુકી, સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ હટાવ્યો
પીએમે બોલાવી બેઠક
સૂચના અને પ્રસારણ મંત્રી પૃથ્વી સુબ્બા ગુરંગે કહ્યુ હતુ કે, PM કે.પી. શર્મા ઓલી રાજીનામું નહી આપે. પરંતુ પરિસ્થિતિને જોતા નેપળાની ગઠબંધનની સરકારમાં તિરાડ પડવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સ્થિતિ પર કાબૂ મેળવવા માટે PM કે.પી. શર્મા ઓલીએ બેઠક બોલાવી છે. PM કે.પી. શર્મા ઓલીએ જણાવ્યુ છે કે, શાંતિપૂર્ણ સ્થિતિ મેળવવા માટે તેઓ તમામ મંત્રીઓ સાથે વાતચીત કરશે. તેઓએ વધુમાં કહ્યુ હતુ કે, Gen z પ્રદર્શનકારીઓના કારણે થઇ રહેલા નુકસાનથી તેઓ દુઃખી છે.
નેપાળમાં ગઠબંધનની સરકાર
નેપાળમાં જુલાઇ 2024થી 88 બેઠકોવાળા શેર બહાદુર દેઉબાની નેપાળી કૉંગ્રેસ અને 79 બેઠક વાળી કે.પી. શર્મા ઓલીની CPN (UML) ગંઠબંધન કરીને પોતાની સરકાર ચલાવી રહ્યા છે. નેપાળ કૉંગ્રેસના મહાસચિવ ગગન થાપાએ પણ નૈતિક જવાબદારી સ્વીકારીને પોતાના પદ પરથી રાજીનામું આપવા માટેની તૈયારી દર્શાવી છે.










