કાઠમાંડૂમાં સંસદ ભવનની બહાર પ્રદર્શન જારી છે અને વડાપ્રધાન વિરુદ્ધ નારેબાજી થઇ રહી છે. સવારે કર્ફ્યુ હટાવી લેવામાં આવ્યો, પરંતુ સંવેદનશીલ વિસ્તારોમાં કેટલાંક ભાગમાં આજે અડધી રાત્રિ સુધી રહેશે. આ વચ્ચે આઇ ટી મંત્રીએ ઘોષણા કરી છે કે નેપાળ સરકારે મીડિયા પ્લેટફોર્મ પર લગાવેલો બેન હટાવી લીધો છે અને તેને ધીરે ધીરે પુનઃસ્થાપિત કરવામાં આવશે.
Gen-Zના આંદોલન વચ્ચે PM ઓલિ દુબઈ જવાના તૈયારીમાં
નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલિ દુબઈ જવાની યોજના બનાવી રહ્યા છે. સૂત્રોનાં અહેવાલ મુજબ તેઓ સારવાર માટે દુબઈ જવાના પ્લાનમાં છે. નેપાળની ખાનગી એરલાઈન હિમાલય એરલાઈનને સ્ટેન્ડબાય પર રહેવા માટે કહેવામાં આવ્યું છે. સરકારમાં ઘણા મંત્રીઓના રાજીનામા બાદ, ઓલીએ પોતાના નજીકના સહયોગીઓ સાથે સ્થિતિનું મૂલ્યાંકન કર્યું. તેમણે નાયબ વડા પ્રધાનને કાર્યવાહક જવાબદારી સોંપી છે. આ દરમિયાન વડાપ્રધાનની દુબઈ યાત્રાની તૈયારીને લઈને રાજકીય વાતાવરણમાં ચર્ચા છે અને જનતામાં પણ તણાવ છે.













