નેપાળની વચગાળાના વડાપ્રધાન સુશીલા કાર્કી રવિવારે પોતાના મંત્રીમંડળનુ વિસ્તરણ કરી શકે છે. તો બીજી તરફ મંત્રીઓના નામને અંતિમ રૂપ આપવા માટે પોતાના સહયોગીઓ સાથે વિચાર વિમર્શ કરી રહી છે. જણાવવામાં આવી રહ્યુ છે કે મંત્રીમંડળનું વિસ્તરણ નાનુ હશે. શુક્રવારે રાત્રે ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ કાર્કીને વચગાળાની સરકારના વડા પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
20થી વધુ મંત્રાલય પોતાની પાસે જ રાખી શકે છે
પીએમ કાર્કી ગૃહ, વિદેશ અને રક્ષા સહિત લગભગ 20થી વધારે મંત્રાલય પોતાની સાથે રાખી શકે છે. મંત્રીમંડળ વિસ્તરણની ચર્ચાઓ વચ્ચે શનિવારે સમય નિકાળીને તે સરકાર વિરોધઈ પ્રદર્શનમાં ઘાયલોને મળવા માટે સિવિલ હોસ્પિટલ પણ પહોંચ્યા હતા. શુક્રવારે શપથ લીધા બાદ તરત જ તેઓ હોસ્પિટલ પહોંચીને ઘાયલો હાલ પૂછ્યા હતા.













