પેસેફિક સુનામી વોર્નિંગ સેન્ટરે જાણકારી આપી હતી કે રશિયાના કામચટકા પર સુનામીનો ભય ટળી ગયો છે. કારમકે નજીકના સમુદ્રમાં ત્રણ ભૂકંપ આવ્યા હતા જેમાં મોટો ભૂકંપ 7.4ની તીવ્રતાનો હતો. યુનાઈટેડ સ્ટેટ જીઓલોજીકલ સર્વે પ્રમાણે રશિયાના પ્રશાંત તટ પર ભૂકંપ નોંધાયા બાદ રવિવારે સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. 


રવિવારે આવેલા ભૂકંપની સિરિઝના કેન્દ્ર રશિયાના કામચટકા વિસ્તારમાં રાજધાની પેટ્રોપાવલોવસ્કો કામચત્સ્કીના તટથી લગભગ 140 કિમી પુર્વમાં હતો. જેની આબાદી 160,000થી વધુ છે. તેમાં ભૂકંપોની તીવ્રતા 6.7 અને 5 હતી. USGS પ્રમાણે ભૂકંપ પેટ્રોપાવલોવસ્કો કામચત્સકી તટથી દુર તે જ ક્ષેત્રમાં 32 મિનિટના અંતરે આવ્યો હતો. 

સુનામીનું એલર્ટ ટળ્યું

7.4ની તીવ્રતાનો આ ભૂકંપ 20 કિમીની ઉંડાઈએ આવ્યો હતો. આ ભૂકંપમાં કોઈની જાનાહાનીના સમાચાર મળ્યા નથી. PTWCએ શરૂઆતમાં જણાવ્યું હતું કે મોટી સુનામીની લહેરોનું સંકટ છે. પરંતું પછી તેમણે એલર્ટ ઓછુ કરી દીધું હતું. અંતે જણાવવામાં આવ્યું ચે કે સુનામીનો ખતરો ટળી ગયો છે. 



  • Follow us on: