રશિયા અને યુક્રેન વચ્ચે ત્રણ વર્ષ કરતા પણ વધુ સમયથી ચાલી રહેલું યુદ્ધ હવે વધુ વિકરાળ સ્વરુપ લઈ રહ્યું છે. અહીં રશિયાએ યુક્રેન પર પહેલાની સરખામણીમાં કેટલાય ગણા વધારે હુમલાઓ કર્યા છે. રશિયાએ શુક્રવારે રાતે યુ્ક્રેનના જુદા-જુદા ભાગોમાં હજારો ડ્રોન અને મિસાઈલો દ્વારા મોટો હુમલો કર્યો હતો, જેનાથી યુદ્ધવિરામની સંભાવનાઓને ઝટકો લાગ્યો હતો. આ હુમલા દરમિયાન એક વ્યક્તિનું મોત થયુ હતું. આ હુમલો એ સમયે થયો હતો જ્યારે યુક્રેન અને આંતરાષ્ટ્રીય સમુદાય તરફથી ત્રણ વર્ષથી ચાલી રહેલા યુદ્ધને પુરુ કરવાના પ્રયત્નોની શરુઆત કરવામાં આવી રહી હતી.
હુમલામાં 300થી વધુ ડ્રોનનો ઉપયોગ













