નોબલ શાંતિ પુરસ્કારની જાહેરાત આજે કરી દેવામાં આવી છે. આ વખતે પણ આ પુરસ્કાર ખૂબ જ ચર્ચામાં રહ્યુ. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આ પુરસ્કાર ન મળ્યુ, વેનેઝુએલાના મારિયાને આ પુરસ્કાર આપવામાં આવ્યુ. પરંતુ તમે ક્યારેય વિચાર્યુ છે કે જ્યારે વિજ્ઞાન, સાહિત્ય અને અન્ય દરેક નોબલ પુરસ્કાર સ્વીડનમાં આપવામાં આવે છે તો દુનિયાએ આટલુ મોટું શાંતિ પુરસ્કાર આપવા માટે દેશના નોર્વેને જ કેમ પસંદ કરવામાં આવ્યુ અને આ પુરસ્કાર એટલું ખાસ કેમ?
પુરસ્કાર અલ્ફ્રેડ નોબલની એક મોટી અને પ્રેરણાદાયક વિચારધારાનુ પ્રતીક
નોબલ શાંતિ પુરસ્કાર દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત સમ્માનોમાંથી એક છે. આની પાછળનું પહેલું કારણ એ છે કે આ પુરસ્કાર અલ્ફ્રેડ નોબલની એક મોટી અને પ્રેરણાદાયક વિચારધારાનુ પ્રતીક છે. નોબલ એજ વ્યક્તિ હતા જેમણે ડાયનામાઇટ જેવી શક્તિશાળી વસ્તુનુ આવિષ્કાર કર્યુ હતુ, પરંતુ ત્યાર બાદ તેમને અહેસાસ થયો કે માણસની અસલી તાકાત વિનાશમાં નહીં. પરંતુ શાંતિમા છે. તેથી, તેમણે પોતાના વસિયતનામામાં એવી શરત મૂકી હતી કે આ સન્માન એવા લોકોને આપવામાં આવે જેઓ રાષ્ટ્રો અને સમાજો વચ્ચે શાંતિ, ભાઈચારો અને સહયોગને પ્રોત્સાહન આપે છે. તેઓ નોર્વેને શાંતિપ્રિય દેશ માનતા હતા.
પુરસ્કાર પૂરી રીતે નિષ્પક્ષ અને સ્વતંત્ર પ્રકારે આપવામાં આવે છે
જ્યારે આ સમ્માન નેલ્સન મંડેલા, મધર ટેરેસા, મલાલા યુસુફજઇ, માર્ટિન લૂથર કિંગ જૂનિયર જેવા લોકોને મળતો, તો આખી દુનિયાનુ ધ્યાન તેમના કામ તરફ જતુ. જેથી તેમના મિશનને આંતરરાષ્ટ્રીય ઓળખ, સમર્થન અને નવી ઉર્જા મળે છે.ત્રીજુ કારણ એ છે કે આ પુરસ્કાર પૂરી રીતે નિષ્પક્ષ અને સ્વતંત્ર પ્રકારે આપવામાં આવે છે.નોર્વેજીયન સમિતિ એવોર્ડનો નિર્ણય લે છે અને રાજકીય દબાણ કે રાષ્ટ્રીય હિતોથી પ્રભાવિત નથી. આ જ બાબત એવોર્ડને વધુ વિશ્વસનીય અને આદરણીય બનાવે છે.
નોબેલ શાંતિ પુરસ્કાર આપવા માટે નોર્વે જ કેમ પસંદ કરવામાં આવ્યું?
નોબેલ શાંતિ પુરસ્કાર તે વ્યક્તિઓ કે સંસ્થાઓને આપવામાં આવે છે જેમણે શાંતિના પ્રચાર, યુદ્ધનો ઉકેલ લાવવો અને માનવાધિકારોને આગળ વધારવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હોય. દરેક વર્ષે આ પુરસ્કાર નોર્વેની રાજધાની ઓસ્લોમાં આપવામાં આવે છે. ઘણા લોકોના મનમાં પ્રશ્ન ઊભો થાય છે કે જ્યારે નોર્વે એક નાનો દેશ છે, તો પછી એવાં મોટા પુરસ્કાર માટે નોર્વેને જ કેમ પસંદ કરાયું?.
પોતાની વસિયતમાં નોર્વેનુ નામ લખીને ગયા હતા નોબલ
આનું કારણ એ છે કે નોબેલ પુરસ્કારના સ્થાપક અલ્ફ્રેડ નોબેલે પોતાના વસિયતમાં લખ્યું હતું કે શાંતિ પુરસ્કારનું આયોજન અલગ રીતે થવું જોઈએ. વિજ્ઞાન, સાહિત્ય વગેરેના પુરસ્કાર સ્વીડનમાં આપવામાં આવે છે, પરંતુ શાંતિનુ પુરસ્કાર નોર્વેને સોંપવામાં આવ્યુ હતુ . જોકે અલ્ફ્રેડ નોબેલ શાંતિ પુરસ્કાર ખાસ નોર્વેની સમિતિ દ્વારા કેમ આપવો એમ ઈચ્છતા હતાં અથવા નોર્વેને આ પ્રક્રિયામાં શામેલ કરવાનું તેમને કેમ ગમ્યું એનું ચોક્કસ કારણ કોઈ જાણતું નથી.નોર્વેજિયન નોબેલ સમિતિના પૂર્વ સચિવ અને નોબેલ સંસ્થાનના ડિરેક્ટર ગેઇર લુન્ડેસ્ટાડએ તેમના લેખમાં લખ્યું છે કે અલ્ફ્રેડ નોબેલે નોર્વેજિયન સ્ટોર્ટિંગ (નોર્વેની સંસદ)ને શાંતિ પુરસ્કાર માટેની સમિતિના સભ્યો પસંદ કરવાનો હક કેમ આપ્યો હતો.
શાંતિ પુરસ્કાર નોર્વેની સમિતિ દ્વારા જ કેમ આપવામાં આવે છે?
નોબેલે આ માટે કોઈ સ્પષ્ટતા નહોતી આપી કે શાંતિ પુરસ્કાર નોર્વેની સમિતિ દ્વારા જ કેમ આપવામાં આવે જ્યારે અન્ય ચાર પુરસ્કાર સ્વીડનની સમિતિઓ આપે છે.જોકે, કેટલાક સંશોધકોનુ કહેવું છે કે નોબલ, જેમણે તેમનું મોટાભાગનું જીવન વિદેશમાં વિતાવ્યું હતું અને જેમણે પેરિસમાં આવેલ સ્વીડિશ-નોર્વેજિયન ક્લબમાં પોતાનું વસિયતનામિ લખ્યું હતું, તેઓ 1905 સુધી સ્વીડન-નોર્વેની સાથે એકતામાં હતો.
નોબેલ નોર્વેને શાંતિપ્રિય દેશ માનતા હતા
અલ્ફ્રેડ નોબેલ ઇચ્છતા હતાં કે વૈજ્ઞાનિક પુરસ્કારો સૌથી યોગ્ય સમિતિઓ દ્વારા આપવામાં આવે એટલે સ્વીડિશ સમિતિઓ દ્વારા. એમને લાગ્યું કે શાંતિ પુરસ્કાર નોર્વેજિયન સમિતિ દ્વારા આપવામાં આવવો જોઈએ. 1890ના દાયકામાં, નોર્વેજિયન સંસદ આંતરરાષ્ટ્રીય વિવાદોને શાંતિથી ઉકેલવામાં રસ ધરાવતી હતી. નોબેલે કદાચ નોર્વેને સ્વીડન કરતા વધુ શાંતિપ્રિય અને લોકશાહી દેશ માન્યો હતો. આ સિવાય, નોબેલ નોર્વેજિયન સાહિત્યના ખૂબ જ ચાહક હતા, ખાસ કરીને લેખક બ્યોર્નસ્ટર્ન બીયોર્નસનના, જે તે સમયના શાંતિ કાર્યકર પણ હતા. કદાચ આ બધાં કારણોને ભેગા કરીને તેમનો નિર્ણય કર્યો હશે.