નોર્વેજિયન નોબલ સમિતિએ મારિયા કોરિના મચાડોને નોબલ શાંતિ પુરસ્કાર 2025થી સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે. નોબેલ કમેટીએ વેનેઝુએલામાં તાનાશાહીથી લોકતંત્ર તરફ વધવાનો માટે તેમના નેતૃત્વ અને સંઘર્ષને વિશેષ રૂપથી રેખાંકિત કર્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પનું સપનું રોળાયું
ડોનાલ્ડ ટ્રમ્પ કે જેઓ છેલ્લા ઘણા સમયથી નોબલ શાંતિ પુરસ્કાર મેળવવા માટે પોતાને દાવેદાર માનતા હતા.નોબલ શાંતિ પુરસ્કારનું સપનું જોતા હતા તે સપનું ચકનાચુર થઇ ગયું . નોબલ શાંતિ પુરસ્કારની જાહેરાત થઇ ગઇ છે. ડોનાલ્ડ ટ્રમ્પને આ પુરસ્કાર મળ્યો નથી. પરંતુ વેનેઝુએલાની મારિયા કોરિના મચાડોને નોબલ શાંતિ પુરસ્કાર એનાયત કરાયો છે.
કેમ મારિયા મચાડોને મળ્યો પુરસ્કાર ?
નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મારિયા કોરિના મચાડોએ છેલ્લા એક વર્ષથી છુપાઈ રહેવાની ફરજ પડી હોવા છતાં પોતાનો સંઘર્ષ ચાલુ રાખ્યો. નોબેલ સમિતિએ કહ્યું, તેમના જીવને ગંભીર જોખમો હોવા છતાં, તેઓ દેશમાં જ રહ્યા. તેમની ચૂંટણી લાખો લોકોને પ્રેરણા આપશે તે નિશ્ચિત છે.
હિંમત અને નિશ્ચયનું પ્રતીક
નોબેલ સમિતિએ મચાડોની બહાદુરીની પ્રશંસા કરતા કહ્યું કે જ્યારે સરમુખત્યારશાહી દળો સત્તા પર કબજો કરે છે, ત્યારે સ્વતંત્રતાના બહાદુર રક્ષકોને ઓળખવા મહત્વપૂર્ણ છે. જેઓ આ પડકારો સામે ઉભા થાય છે અને તેનો પ્રતિકાર કરે છે. સમિતિએ કહ્યું કે લોકશાહી એવા લોકો પર નિર્ભર છે. જેઓ મૌન રહેવાનો ઇનકાર કરે છે, જેઓ ગંભીર જોખમો છતાં આગળ વધવાની હિંમત કરે છે, અને જેઓ આપણને યાદ અપાવે છે કે સ્વતંત્રતાને ક્યારેય હળવાશથી લેવી જોઈએ નહીં, પરંતુ હંમેશા શબ્દો, હિંમત અને નિશ્ચયથી તેનો બચાવ કરવો જોઈએ.