નોબલ શાંતિ પુરસ્કારને દુનિયાભરમાં માનવતાની સર્વોચ્ચ ઓળખ માનવામાં આવે છે. આ પુરસ્કારનો ઉદ્દેશ્ય તેવા લોકોને સન્માનિત કરવાનો હોય છે જેઓ દુનિયાને શ્રેષ્ઠ અને શાંતિપૂર્ણ બનાવવામાં યોગદાન આપ્યું હોય. ત્યારે આ વખતે નોબલ શાંતિ પુરસ્કાર વેનેઝુએલાની વિપક્ષની નેતા મારિયા કોરિના મચાડોને આપવામાં આવી છે.ત્યારે આવો જાણીએ કોણ છે મારિયાકોરિના મચાડો ?
મારિયા કોરિના મચાડો કોણ છે?
- મારિયા કોરિના મચાડો 2011 થી 2014 સુધી વેનેઝુએલાની રાષ્ટ્રીય સભાના ચૂંટાયેલા સભ્ય તરીકે સેવા આપી હતી.
- તે વેનેઝુએલાની વર્તમાન સરકાર સામે લોકશાહી ચળવળનું નેતૃત્વ કરી રહી છે.
- મારિયાનો જન્મ 7 ઓક્ટોબર, 1967 ના રોજ થયો હતો અને તે એક ઔદ્યોગિક ઇજનેર છે. તે હાલમાં વિપક્ષના નેતા છે.













