પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમ ભાગમાં એક આત્મઘાતી હુમલામાં 13 સૈનિકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે જ્યારે 10 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ હુમલામાં 19 નાગરિકોને પણ ઇજા પહોંચી છે. ખૈબર પખ્તૂનખા પ્રાંતના ઉત્તરી વીજીરિસ્તાન જિલ્લામાં એક સ્થાનિક સરકારી અધિકારીએ જણાવ્યું કે આત્મઘાતી હુમલામાં વિસ્ફટો ભરેલા વાહનને સૈન્ય કાફલામાં મોકલીને બ્લાસ્ટ કર્યો. જેમાં 13 સૈનિકો માર્યા ગયા. 10 સૈન્ય કર્મી અને 19 નાગરિકો ઇજાગ્રસ્ત થયા છે. આ વિસ્ફોટને કારણે આસપાસના ઘરોને પણ નુકસાન થયુ છે.
13 સૈનિકોના મોત

કોણે લીધી જવાબદારી?
મહત્વનું છે કે આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી આતંકી હુમલા વધ્યા છે. ખાસ કરીને ખૈબર પખ્કૂનખ્વામાં અને બલૂચિસ્તાનમાં. એવામાં ફરી આ હુમલો થવો તેણે પાકિસ્તાનની ચિંતામાં વધારો કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં અવારનવાર તેહરીક એ તાલિબાન પાકિસ્તાન દ્વારા હુમલા થતા રહે છે. સૂત્રો અનુસાર આ સમયે આ વિસ્તારમાં થઇ રહેલી સૈન્ય ગતિવિધીઓને કારણે કર્ફ્યુ લગાવેલો હતો. વિસ્ફોટ બાદ સુરક્ષા એજન્સીઓએ બચાવ કામગીરી શરૂ કરી દીધી. આતંકી સમૂહ ઉસુદ અલ હરબનું પેટા જૂથ હાફિઝ ગુલ બહાદુર સમુહે જવાબદારી લીધી છે. આ ઘટનાને હાલના મહિનાઓમાં ઉત્તરી વજીરિસ્તાનમાં થયેલી સૌથી ઘાતક ઘટનાઓમાંથી એક કહેવામાં આવે છે. આ વિસ્તારમાં સુરક્ષાની સ્થિતિને લઇને ગંભીર ચિંતાઓ ઉભી થઇ છે.
અવારનવાર થાય છે હુમલો
ઉલ્લેખનીય છે કે છેલ્લા એક વર્ષમાં પાકિસ્તાની સેના પર અનેક આતંકી હુમલા થયા છે. ડિસેમ્બર 2024માં 16 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા અને 8 ઇજાગ્રસ્ત થયા હતા. આ હુમલો અફઘાનિસ્તાનની સીમાની પાસે થયો. જેની જવાબદારી ટીટીપીએ લીધી છે. જાન્યુઆરીમાં બલૂચ લિબરેશન આર્મીના કેચમાં 35 હુમલા થયા હતા જેમાં 94 સૈનિકોના મોતનો દાવો કર્યો હતો.