પાકિસ્તાને અફઘાનિસ્તાનની સીમાથી ઘુસણખોરી કરી રહેલા 30 આતંકીઓને ઠાર કરી દીધા છે. આ પહેલા અફઘાન સીમા તરફથી ઘુસણખોરીનો પ્રયાસ કરી રહેલા પ્રયત્નો નિષ્ફળ કર્યા હતા. આ પહેલા માર્ચમાં સેનાએ ઓપરેશન કરતા 16 આતંકીઓને ઠાર કર્યા હતા.
માર્યા ગયેલા આતંકીઓ પાસેથી ભારે માત્રામાં દારૂ ગોળાનો જથ્થો મળી આવ્યો હતો
પાકિસ્તાનની ઇન્ટર સર્વિસ રિલેશન્સે નિવેદન આપીને જણાવ્યુ કે સેનાએ 2 અને 3 જુલાઇએ મોડી રાત્રે ઉત્તરી વજીરિસ્તાનના હસન ક્ષેત્રમાં ઘુસણખોરીનો પ્રયાસ કરી રહેલા આતંકીઓને ઠાર કર્યા છે. આની કુલ સંખ્યા 30 દર્શાવવામાં આવી છે. માર્યા ગયેલા આતંકીઓ પાસેથી ભારે માત્રામાં દારૂ ગોળાનો જથ્થો મળી આવ્યો હતો. આને લઇને તોળાતા ખતરાને જોતા પાકિસ્તાને અફઘાન સીમાને સીલ કરી દીધી છે.
અફઘાનિસ્તાન સાથેની સીમા સીલ
સીમા સીલની પુષ્ટી એક વરિષ્ઠ અધિકારીએ આપી છે. વરિષ્ઠ અધિકારીએ એક વરિષ્ઠ અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે શનિવારે ખૈબર પખ્તુનખ્વાના ઉત્તર વઝીરિસ્તાનમાં થયેલા આત્મઘાતી હુમલાને કારણે અફઘાનિસ્તાનની સરહદે આવેલા પ્રાંતમાં ગુલામ ખાન સરહદ બંધ કરી દેવામાં આવી છે. અગાઉ, ઉત્તર વઝીરિસ્તાનમાં થયેલા આત્મઘાતી હુમલામાં 16 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા.
પાકિસ્તાન TTPથી પરેશાન છે
ઘણા સમયથી પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલા અને આતંકવાદી ઘટનાઓમાં વધારો થયો છે. પાકિસ્તાની સરકાર આ માટે TTPને જવાબદાર માને છે. TTPનું પૂરું નામ તહરીક-એ-પાકિસ્તાન છે. પાકિસ્તાની સરકારનું કહેવું છે કે આ સંગઠન ઘણા સમયથી અફઘાનિસ્તાનથી આપણા દેશમાં આતંકવાદી પ્રવૃત્તિઓ ચલાવી રહ્યું છે. અગાઉ, પાકિસ્તાને ઘણી વખત સરહદ પર સુરક્ષા વધારવાનો પ્રયાસ કર્યો છે પરંતુ તેમાં તે બહુ સફળ રહ્યું નથી. હાલમાં આ ઘટના પર તાલિબાનની કોઇ પ્રતિક્રિયા આવી નથી.