આ અકસ્માતમાં બે પાયલટના મોત થયા. જ્યારે રસ્તા પર ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
આસપાસના વિસ્તારમાં અફરા-તફરી
ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના મર્દાન વિસ્તારમાં પાકિસ્તાન વાયુસેનાનું તાલીમી વિમાન ક્રેશ થયું હતુ. આ અકસ્માતમાં બે પાયલટના મોત થયા હતા. જ્યારે રસ્તા પર ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પાકિસ્તાન વાયુસેનાએ અકસ્માતની તપાસના આદેશ આપ્યા છે. વિમાન નિયમિત તાલીમ માટે ઉડાન ભરી રહ્યું હતું. અને તે દરમિયાન સમસ્યા સર્જાતા તે ક્રેશ થયુ હતુ. મૃતકોની ઓળખ કેપ્ટન કાસિમ અબ્દુલ્લા અને લેફ્ટનન્ટ તાહા અબ્બાસી તરીકે કરવામાં આવી છે.
Also Read
Air Force Aircraft Crash: 22 વખત ક્રેશ છતાં AN-32 વાયુસેના માટે કેમ ખાસ? જાણો કિંમત
Bolivian Aircraft Crashed: બોલીવિયાની રાજધાની લા પાઝ નજીક એરફોર્સનું વિમાન હાઈવે પર ક્રેશ, 15નાં મોત
Tejas Aircraft Crash: પિતા યુટ્યુબ પર જોઇ રહ્યા હતા નમાંશનો વીડિયો અને ત્યારે જ...પિતાએ યાદ કરી દીકરા સાથેની અંતિમ ક્ષણ
પાંચ દિવસ પહેલા પણ થઇ હતી ક્રેશની ઘટના
પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર અને અન્ય વરિષ્ઠ સૈન્ય અધિકારીઓએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો અને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. આ અકસ્માત પાકિસ્તાન આર્મીના હેલિકોપ્ટર ક્રેશ થયાના પાંચ દિવસ પછી થયો છે. મુઝફ્ફરાબાદ નજીક ટેકઓફ કરતી વખતે આર્મીનું Mi-17 હેલિકોપ્ટર ટેકનિકલ ખામીને કારણે ક્રેશ થયું હતું. અને તેમાં સવાર તમામના મોત થયા હતા.
પાયલટ રહ્યા સુરક્ષિત
આ અગાઉ, 20 મેના રોજ, પાકિસ્તાનના પૂર્વી પંજાબ પ્રાંતમાં બીજું ફાઇટર જેટ ક્રેશ થયું હતું. માનવામાં આવે છે કે, તે હોંગડુ JL-8 તાલીમ વિમાન હતું. જે મિયાનવાલી નજીક ક્રેશ થયું હતું. જો કે, બંને પાયલટ્સ સુરક્ષિત રીતે બહાર નીકળવામાં સફળ રહ્યા હતા.
આ પણ વાંચોઃ ઈરાન ડીલ પહેલા જ ઇઝરાયેલનો બેરૂત પર હુમલો, ડોનાલ્ડ ટ્રમ્પ થયા લાલઘૂમ










