પાકિસ્તાનના ફેડરલ ચૈમ્બર ઓફ કોમર્સના ભૂતપૂર્વ વરિષ્ઠ ઉપાધ્યક્ષે સોનાંની ખાણ અંગે દાવો કર્યો હતો. અને તે બાદ સેનાના અધિકારીઓએ બેઠક યોજી હતી.
સેનાના અધિકારીઓની બેઠક
પાકિસ્તાનમાં એકવાર સોનાંની ખાણ મળવાની ચર્ચા છે. આ વખતે આ ખાણ તરબેલા ડેમની નીચે મળી આવી હોવાનું જણાવાઇ રહ્યુ છે. કહેવામાં આવી રહ્યુ છે કે, તરબેલા ડેમની નીચે 636 અરબ ડોલરનું સોનું છુપાવવામાં આવ્યુ છે. જેને તુરંત બહાર કાઢવાની જરુર છે. આ મામલે સેનાના અધિકારીઓએ બેઠક યોજી હતી.
માત્ર માટી દ્વારા બન્યો છે તરબેલા ડેમ
ખૈબર પખ્તૂનખ્વામાં સિંધુ નદી પર આ ડેમનું નિર્માણ કરવામાં આવ્યુ છે. આ ડેમ દુનિયાનો સૌથી મોટો અને માત્ર માટી દ્વારા બનાવવામાં આવ્યો છે. આ ડેમના માધ્યમથી વીજળી ઉત્પન્ન કરી શકાય છે. આ ડેમનું નિર્માણકાર્ય વર્ષ 1968થી 1976ની વચ્ચે કરવામાં આવ્યુ હતુ. વર્લ્ડ બેંકના જણાવ્યા મુજબ, પાકિસ્તાનનો તરબેલા ડેમ પૂર્ણ દેશ માટે 16 ટકા વીજળી ઉત્પન્ન કરે છે. એવામાં હવે જ્યારે સોનાંની ખાણ મળી આવવાનો દાવો કરાયો છે. તેવી જ રીતે અગાઉ પણ આ વાતે ચર્ચા જગાવી હતી. પરંતુ ક્યારેય પણ પાકિસ્તાનમાંથી સોનું મળી આવ્યુ નથી.
ક્યારે-ક્યારે કરાયા દાવાઓ ?
1. જાન્યુઆરી 2025માં પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ખનિજ મંત્રીએ સોનાની ખાણ મામલે મોટો દાવો કર્યો હતો. ખનિજ મંત્રી શેર અલી ગોરચાનીએ કહ્યુ હતુ કે, અટક જિલ્લામાં લગભગ 700 અરબ પાકિસ્તાની રૂપિયા મૂલ્યનું સોનું ઉપસ્થિત છે. પરંતુ આ મામલે કોઇપણ સોનું હાથ લાગ્યુ નથી.
2. 2015માં ચિનયોટ પ્રાંતમાં સોનાની ખાણ મળવા અંગે ચર્ચા થઇ રહી હતી. પરંતુ બાદમાં સાબિત થયુ કે, આ માત્ર લોખંડ છે. સરકારે ફરી લોખંડ કાઢવા માટે ચીનની કંપની સાથે ડીલ કરી હતી. હમણા સુધી 4 ટન લોખંડ કાઢવામાં આવ્યુ છે.
3. 2021માં અટક વિસ્તારમાં સ્થાનીય લોકોએ સિંધુ નદીના કિનારે ખોદકામ કર્યુ હતુ. બાદમાં માલૂમ પડ્યુ હતુ કે, આ સોના માટે ખોદકામ કરી રહ્યા છે. સરકારે તપાસના આદેશ આપતા નમૂના લેવાયા હતા. અને તેમાં સોનું ન હોવાની વાત સામે આવી હતી.













